Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
મૂછ ઉપર લીંબુ રહે તેવા. મૂછનાં પાનું અમથાં નથી રહેતાં. મૂર્ખાઓના ગામમાં ધુતારા વસે, પપ્પા પડે ને ખડખડ હસે. મુલ્લાં ચોર, ને બાંગ ગવાહી. મુલ્લાં બાંગ પુકારે, કોઈને બોલાવા જાય નહીં. મુતવી રાખવામાં માલ નહીં. મુવાની આળસે જીવે છે. મરવા ભેંય સુંગે છે.? મુવા નહીં ને પાછા થયા.? ભુવાને મર કહે નહીં. મુવાની પાછળ કંઈ મરાય છે ? મુવું મુવાગત, જીવતું જીવતાગત. મુ સિદ્ધિ, હવે કાંઈ રેએ સિદ્ધિ છે. મૂળમાં મુળજી કુંવારા, ને સાળાનું લગન પૂછે. મુંગાની પારસી મુંગા સમજે. મેઘો વરસ્યો તે વાડમાં વરસ્યો ને ખારા દરીઆમાં પણ વરરા.૫ મેચ બંદી વાત કરવી; મેચ વગર વાત કરવી નહીં. મેથીપાક ખવરાવ, પાંખ પાડવે, અડતાલો જોખ. મેલા તે રૂપીઆમાં ઘેલા, ધોતા તે રૂપીઆમાં ખોટા. મેલે લુગડે વહેવારીઓ, ધેયે લુગડે દીવાળીએ. મેસથી કાળું કલંક. મેસના ચાંલ્લાની આશા કેઈ કરે નહીં, સૌ કંકુના ચાંલાની આશા રાખે. મેહ રહે પણ માંડ રહે નહીં.૭ મહેનત કરીને ગોળ ખાવ, તેમાં ગણેશનો પાડ શાનો. મહેતાજીને ત્યાંહાં નિશાળીઆ જાય, કેાઈ મૂર્ખ રહે ને કઈ પંડિત થાય. મહેતાજીના મારનું ને વેશ્યાના ખારનું ફળ પછી ખબર પડે. • મેહેર ત્યાંહાં લહેર. મેં શી ગધેડી ઝાલી છે ?
૧ એવું નબળું શરીર છે. ૨ એકનું એક. ૩ તે ગરીબ ને ભલે. ૪ પારસી–ગોઠવેલી ભાષા. ૫ અવિવેકી દાનેશ્વરી વિષે. ૬ આ શબ્દો માર મારે ત્યારે વપરાય છે. ૭ લગ્ન લેઈ માંડવો નાખ્યો તે લગ્ન રહે નહીં. ૮ મેહેર=દયા. ૯ મે શી ગુન્હેગારી કરી છે કે બધાને મારે દેશ વસે છે.
આપણું દેશમાં ગાડરીઓ પ્રવાહ ચાલે છે અને કાંઈ પૂખ્ત વિચાર કર્યા વગર દેખાદેખી કરવા કે વળગી જાય છે તે સંબંધે એક માણસે પોતાના રાજાના નામની માળા જપતાં કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com