Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૩૬૮
કહેવત સંગ્રહ
વકર્યો ઊંદર કાળ થાય, ને વયોં સાંઢ માટી ઊછાળે. વકર્યો ઊંદર ઘુસ થાય, ને વર્ષો સુંડ સુવર થાય. વકયોં કાઠી વેર કરે, વકર્યો બ્રાહ્મણ તડ કરે. વકી એ નક્કી નહીં. વક્કર હાર્યો તે ભય હાર્યો. વખત જાય પણ વાત રહી જાય.' વખાઈતને સખાઈત કેઈ નહીં, વખાને માય વન વેઠે. વખાણ થાય ત્યારે વકરવું નહીં. વગર નોતરે જમવા જવું ને તળ્યાં શાક ખાવાં. વટાણું વાવી જવા, વંજે માપવો, પિરબારા ગણવા, ચંદ્રવંશી થવું. વટેમાર્ગને દાણું રોકે કે પાણી કે. વટેમાર્ગની દયા જાણે તે મેહને વરસવા વખતજ આવે નહીં. વડા થઈએ, પણ વડાની હારમાં ઊભા રહીએ ત્યારે ખરા. વડાઈના વાંટા, પાણી પીને પેટ ફાટ્યાં. વડીએ વડીઓ લઈએ તેમાં મરદાઈ.૬ વઢવાડમાં કાંઈ ખાજાં જલેબી વહેંચાય છે? વણ પ્રધાને વાણીઓ, ગયું રાવણનું રાજ. અથવા વણ વજીરે વાણીઓ, ગઈ રાવણની લંક. વણજ કરો રે વાણીઆ, વણજ વેપારે વાહ્યા;
હાંસલ કરતાં મૂળગા ખોયા, ગોળને પાણીએ નાહ્યા, વણજ વેપાર છે બહુ સઘળો, પણ હિસાબ વગર સહુ ધૂળને ઢગલે. વણશે તે ગણશે, સીવશે તે સાંતશે, ને દળશે તે રળશે. વણીને મૂકવું, વઘાર મૂક, કાન ભંભેરવા. વનમાં એકલું ઝાડ પણ ન હશો. વરમાંથી ઘર થાય. વર રાજી શીખથી, ભિખારી રાજી ભીખથી.
૧ કાળ જાય ને કહેણ રહે. ૨ દુખીઆનું સગું કોઇ નહીં. ૩ આ બધાને અર્થ એક કે નાસી જવું. ૪ દાણું=જકાત વસુલ કરનાર કે નદીનાળાં પુર હોય ત્યારે પાણી કે. ૫ ત્યાં જાય ત્યાં સહ પાણી પાય. ૬ વડી=બરાબરી. ૭ કઇઓ ઉત્પન્ન કરવાના ઉપાય કરવા. ૮ શીખ-વરની વિદાયગીરીમાં પોશાક, ઘરેણાં અને પૈસા સસરા આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com