Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૭૨
કહેવત સંગ્રહ
વાસી પુલ ચીમડાઈ જાય, રૂપ જોબન તેમ નાસી જાય. વાસી ફુલમાં બાસ નહીં, ને જોબન બારે માસ નહીં. વાસી વધે નહીં, ને કુત્તા પામે નહીં. વાસીદામાં સાંબેલું જાય.
વાસીદુ વાળે નહીં, ને ઘણું પાડે ખાડા;
સસરો જે શિખામણ દે, તો જવાબ આપે આડા. વાસીદું તો વહુને કરવું પડે. વાસુદેવે વાસુદેવ મળવા દુર્લભ, વાહાડી આંગળી ઊપર મુતરે તે નથી.' વાહાડી આડા કપાસીએ. વાહાડયું ગળું, ફીટયો સાસ. વાહ્યા કે વટલ્યા, છેતરાણુ કે વેહેવરાણું, મન જાણે, વાળંદ ને વળી વેહેલમાં બેઠે. વાળી ઝોળી, ન મુકયા કાઠી કે કાળી, વાળદની સરસાઈ નખે, ને બાયડીની સરસાઈ દુખે. હાલાં ધારે તેવું વેરી પણ ન ધારે. હાલાં હોય તે કડવું પાય.
૧ કાંઈ કામ કરે નહીં. ૨ ધી નીકળે નહીં. ૩ વાળંદ રમશત્રુ, હજામ. એક પાટીદાર પટેલ બીજે ગામ વેહેલમાં બેસીને જતા હતા. પાટીદાર કે પરગામ વેહેવાઈ કે સાસરીઓને ઘેર જાય ત્યારે પિતાના ઘાંજાને ભેગો તેડી જાય એવી રીત છે. તે પ્રમાણે પટેલની સાથે ઘાંએ હતો તે વેહેલની પાછળ ચાલતો જતે હતા. રસ્તામાં પટેલે ઘએજાને કહ્યું, વહેલમાં બેસ ને મારા પગ ચાંપ. તે પ્રમાણે ઘાએ જે વેહેલમાં બેસીને જતાં રસ્તામાં ઘાંએજાના અથવા પટેલના ગામને માણસ મળે. તેણે ઘાએ જાને પૂછયું કે, ઘર કાંઈ કહાવવું છે ત્યારે ઘાંએજાએ કહ્યું કે, “જેવું દેખે છે તેવું કહેજે.”—એટલે “હું વહેલમાં બેઠે છું તે ઘેર સમાચાર આપજો.” એટલે પટેલ નીચે ઊતર્યો ને ઘાંજાને નીચે ઉતારી પાંચસાત જેડા તેના માથામાં માર્યા, પછી પિતાના ગામના પેલા માણસને કહે કે, “આ પણ દેખે છે તેવું કહેજે.” આ ઉપરથી કહેવત થઈ કે, “વાળંદ ને વળી વહેલમાં બેઠે” તે ફુલાયા વગર રહે નહીં. ૪ “વહાલાં ધારે તેવું વેરી પણ ન ધારે” એ પ્રસંગ કયારે આવે છે કે વહાલામાં વ્હાલું સગું
કરું કે મિત્ર માં પડે છે ત્યારે ગમે તે હલકે મંદવાડ હેય તે પણ વહાલાં સગાં એમ ધારે છે કે આ મંદવાડમાં, આપણે હાલ સગે મરી જશે તો શું કરીશું એમ ચિંતા કરે છે.
Wisdom prefers an upjast place to a just war.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com