Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૩૮૦
કહેવત સંગ્રહ
સલાઈત દાંતરડે આવે.' સલુક હોય તે મલુક ખવાય. સવળા સૂરજ ઉગ્યા, દિવસ પાંસરો.
સવાયા તે સહુ કરે, દેહડા કરે મુસલમાન,
પણ બમણું કરે કેણુ કે, જેની બગલમાં કુરાન. સવાયાના સો ધક્કા ખાય. સ્વપ્નાનાં સુખ દુઃખ જાગતાં સુધી. સવારના પહેરનું નામ એ છે.' સસ્સા ગડથલ કરવી. સસરાને ઘેર ઘેડા, ને જમાઈને ઘેર હણહણાટ. સસરાની સૂળી સારી, પણું પીઅરની પાલખી ભુંડી. સળગતી ગાડર પોતાના ઘરમાં કાણુ ઘાલે ? સળગતી સગડી માથે લેઈ ફરીઆદ કરવા જવું. સળી વગર શ્રાદ્ધ અટકે. સહુ કરે સવાયા, દામ કરે દહેડા. સહુ સહુને તુંબડે સહુ તરે છે.
૧ ખેતરમાં લળણ થઈ રહે એટલે કેટલાક ગરીબ કે મજુર લેક ખેતરમાં લણતાં ડુંડાં કે કણસલાં કે જાર બાજરીના સાંઠા વણે તેનું નામ સલે. તે કરનારને સલાઇત કહે છે. તે સલાઈત લોકો સહજ બાબતમાં લડતાં દાંતરડેથી લડવા માંડે. તે ધૂળગજાને કજીયો કરે તેને લાગુ પડે છે. “સલાઈત દાંતરડે આવે.” મફતની, પણ મોટી વઢવાડ. ૨ મલુકસારું. સલુકસારાં લક્ષણ અથવા સંપ. ૩ (જે જાણે ખુદાનું કુરાન.) ૪ (બહુ ભલો, સદ્ગુણી ને દાતાર.) ૫ સસલો રેજ એક હાથી પાસે જાય ને વિનય કરે. હાથીએ મોટાં ઝાડનાં ડાળાં પાડયાં હોય તેમાં કુણુ કુર્ણ કુંપણે સસલે ખાય ને આનંદથી પિતાનો ગુજારે કરે. સસલાને એવાં ઝાડની કંપળે મળે તે તેને મીજબાની થાય. સસલાએ હાથીને વિનય કરી કહ્યું, “તમારા પ્રતાપથી રોજ હું મીજબાની ખાઊં છું માટે એક વાર મારે ત્યાં જમવા પધારે” હાથી નેતરું કબુલ કરી સસલાને ઘેર ગયો. ત્યારે સસલો બે ચાર વેલા કાપી લાવીને તેમાં વીંટાઈને હાથીને મહ આગળ આળોટવા લાગ્યો. હાથીએ પૂછ્યું, “આ શું કરે છે? ત્યારે સસલે કહ્યું કે, “આપની મીજબાની હું શું કરી શકું? માટે “સાંસા ગડથલ કરું છું.” તેમ મોટા માણસ ગરીબના મેહમાન થાય ત્યારે ગરીબ પિતાના ગજા પ્રમાણે મીજબાની કરે, તે મોટાના જેવી ન હોય તે પ્રસંગે સાંસા ગડથલ” એ ગરીબની મીજબાનીને માટે કહેવાય છે, ને ગરીબ અગર મોટા પણ વિવેકી લેકે પિતાની મીજબાનીને માટે લધુતા દર્શાવવા આ શબ્દ વાપરે છે. ૬ (કાઈના કોઈ એશીઆળા કે આશ્રિત નથી.) :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com