Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
૩૫૫
મરતાને સૌ મારે. મરતે હૈં તો મરતે હૈ, તબબી આસમાનર્સ લડતેં હૈ. મરદને આબરૂ એજ માયા. મરદ મરે નામક, નામરદ મારે નાન. મરદ મુકાળો, બળદ પુઠાળો, બાયડી કુળાળી, ને વહેલા ઊધાળી. મરવું કોઈને ગમતું નથી, માગી ખાનારને પણ મરવું ગમે નહીં. મલે મલની બાથ છે. મલેખાં મમળા, પણ શેરડીનો સ્વાદ ન આવે.' મસ્તાને હાથી, પિતાને હાથે પોતાના માથા ઊપર ધૂળ નાંખે છે. મસ્તાને સાંઢ માટી ઉછાળે. મસાણથી સૌ પાછા વળે, પણ ભેગા ન બળે. મહાજનીઓ સાંઢ. મહીં ઘેલું ભૂખે મરે.
મહાજન મહાજન કયાં કરે, મહાજનક દે ભેદ; મહાજન અછા ન કરે તે, મહાજન બડા નખેદ, મહા દુઃખ જે ન ગુણ સાથ, મહા દુઃખ જે અડબંગનાથ;
મહા દુઃખ જે મહેનત બરબાદ, મહા દુઃખ જે લુચ્ચો લવાદ, મહાદેવના ગુણ પુજારે જાણે. મળશે તે ખાઈશું, નીકર બેઠાં મંગળ ગાઈશું, મળે ચાર બેડી, તે કીલો નાંખે તેડી. મા આગળ મોસાળ વખાણ્યું, તે કહે મહારું પીયર છે. મા તે મા બીજા વગડાના વા; મા તે મા બીજા સંસારના વા. મા મહિઆરી ને બાપ બ્રાહ્મણ મા મચણ ને બાપ ચમાર, તેના પેદા થયા ગમાર મા સુધી મોસાળ, બાપ સુધી કુટુંબ. માની જણ બહેન મળી, તે પેટમાં ટાઢક વળી;
સાસુની જણ નણંદ મળી, તે પિટમાં આગ બળી, મા બાપ તે મીઠા મેવા છે. મા કરતાં વધારે હેત દેખાડે તે ડાકણ
૧ If a man once fall allwill tread him. ૨ રેટીકું ? સારાં, * બંને સરખી સ્થિતિવાળા લડે છે. મલેમલનાં કાંડાં છે. ૫ મલોખાં=જારના સાં ૬ તે પુષ્ટ ને હરે. ૭ રાંડરાંડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com