Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૫૦
કહેવત સંગ્રહ
ભોગો તે ઘોડે ચડે, ન ભણે તે આગળ દોડે. ભણ્યો ભૂલે ને તારો ડુબે. ભભૂતને ભરોસે ન રહેવું, ઉદ્યોગ પણ કરવો. ભમરડો ધૂમાવવો. ભમરો ભુંસો.
ભમે તે ભૂખે ન મરે, રમે તે રળી ન ખાય;
ઊંધે આયુષ્ય ન વધે, આળસે દેવાદાર થાય. ભયા પાંચશેરી. ભરત નવ કાંકરીનું ભરી કે જડી. ભર દરીએ વહાણનું ગળું કહાડવું. ભરમાવીને અગર ભંભેરીને ભૂત કરવો.’ ભરવાડની દીકરી કુંવારી રહે, પણ દુધ કુંવારું ન રહે. ભરે ગાગર તે મળે નાગર.૧૦ ભરે ભાણે ભૂખ્યો, ને ભર્યું તળાવે તરસ્યો રહે.
ભર્યાનું ઘર સૌ કેાઈ ભરે, દુઃખીઆને દુઃખ આવી મળે; રાંધ્યા પછી બળતું બળે, ને રાંડ્યા પછી દળણું દળે. ભર્યું સમુદ્ર પડ્યો કાગ, પણ જાય ખાબોચી બેટિયે;
ગદ્ધા ઉપર મખમલ નાંખી, પણ જાય છારમાં લેટ. ભર્યો છલકે નહીં, છલકે સે આધા; ઘેડા ભુંકે નહીં, ભેંકે સે ગદ્ધા. ભલભલા ચાલ્યા ગયા, આપણ જઈશું કાલ.. ભલાઈમાં ભાલો મીઠું બોલે તે વહાલે, ભલાભલી પૃથ્વી છે.૧૧ ભલામાં ભલી પૃથ્વી છે કે ચાલવા દે છે. ૧૨ ભલે ભલે પડ્યો દુકાળ, કે સગાંસંબંધીને આ પાર.
૧ A good marksman may miss. ૨ નસીબમાં લખ્યું હોય તે ચોકસ બને. ૩ વાત ચાલતી હોય તેમાં વચ્ચે પથરે ફેંક. ૪ માંડી વાળવું, છે તેવું અથવા કાટલું ખાવાનું, પણ પાંચશેરી પિલીખમ તે ઘરાકને તેલમાં ઓછું આપવાને બનાવી રાખેલી. ૬ કરકસરથી ખરચ કરી વ્યવહાર ચલાવે. ૭ કુવામાં ઉતારી વરત દરડું) વહાડવું. ૮ ભરમમાં ગડે બનાવ. ૯ માંહે પાણું તો ભેળવેજ. ૧૦ નાગર સ્ત્રી. ૧૫ આ પૃથ્વીમાં કઈક નર એક બીજાથી સરસ પડ્યા છે. ૧૨ કોઈ પિતાની ભલાઈ કે પવિત્રતાઈની બડાઈ કરે ત્યારે એક પૃથ્વી પવિત્ર કે ભલી છે તે સર્વેને ચાલવા દે છે એમ કહેવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com