Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૩૨૨ -
કહેવત સંગ્રહ
ડલે એમ કાંઈ ખાઈ જવાને નથી. ડહાપણુમાં કુલી શકે છે. ડર ખાય તે ભરખાય. ડમડમ કરે, તે શું ભણે? ડેકે વાગે તે છાનું રહેશે? ડાકણ પણ બે ઘર પરહરે. ડાઘ જાય ધેવાથી, દયા આવે પાવાથી. ડાયાબળીઓ સભા જીતે. ડાબામાં ડાબે દે, તે હાજીઓ. ડાભની અણુ ઉપર પાણું કેટલી વાર ટકે? ડાહામ તે ઘણુએ દીધા." ડાહીને ડામ ને ઘેલીને ગામ, ડાહી જાણી ગોત્રજ આગળ બેસાડી, તે નાળીએર ફેડી ખાધું, ડાહીને ઘેલા ને ઘેલીના ડાહ્યા.' ડાહ્યા ભૂલે નહીં, ભૂલે ત્યારે ભીંત ભૂલે.” ડાંગ્યે દુ:ખ મટે.’ ડીંગ મારવું તો દુબળું ન મારવું. ડુંગરા દૂરથી રળી આમણું, પાસે જઈએ તે બિહામણા. ડુંટી ઊપરને વાળ તોડ્યાને નહીં ને ધ્યાને નહીં. ડોસી ને ઊંટ સાથેના સાથે.૧૦ ડોસીએ ડાટ વાળ્યો, હરખ હૈયાને ટાળે. ડોસી ડેબાં કયાં આઢે છે?'
સીના ઘરમાં વાધ પેઠે, ને સુઈના ઘરમાં સાપ નીકળ્યો. ડોસી મુવાની બીક નથી, જમ હળ્યાની બીક છે. ડોસીએ ગઈ ને ગાંસડીએ ગઈ 3ળે દીઠું ગમે (બને) નહીં, ને છૂટું પડવું ગમે નહીં.
૧ ભરખાય ખવાય, ભક્ષ થાય. ૨ રખડ ખડ કરે તે શું ભણે? ૩ એટલે વિવેક રાખ; પોતાના પારકાને ભેદ રાખવે. ૪ ડાબે ઘડાનું પગલું. ૫ ભૂલને માટે ઠપકે કે શીખામણ તો બહુ આપી છે. ૬ ડાહી ભરવાડણ, તેને ભરવાડ તે ઘેલા, ને ઘેલો વાણિયણ તેના દીકરા વાણીઆ તે ડાહ્યા. ૭ ભીંત જેવી મેટી ચીજ નજરે ચડે નહીં તેથી ભાત અથડાય. ૮ કાંઈ લાંચ આપીએ ત્યારે કામ થાય. ૯ ડીંગ=૨, જુઠી વાત. ૧૦ બન્ને એક જ વખતે ગામ પહોંચે, કારણ કે ઊંટ ઊતાવળ ચાલી, વચ્ચે પાણુ, તમાકુ પીવા થોભતો જાય, ને ડેસી હળવે હળવે ચાલ્યાજ કરે, એટલે સાથેનાં સાથે, ૧૧ બેખબરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com