Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૨૪
કહેવત સંગ્રહ
તમાકુનું પાનડું મારું તે આપે નહીં,જુડો ને ઝુડે ચોરૂં તો પંદર દહાડા ચાલે. તમાશાનું તેડું નહીં, ને ઈશ્કનું મૂલ્ય નહીં. તરણું હરામ, બચકે હલાલ.. તરણ આડે ડુંગર તરકડી સતી થઈ તલ તારા ને મગ મારા. તલપાપડ થવું; ઊંચાનીચા થવું? જીવ અધીરીઓ રાખવો. તળાવ ગામનું, નદી દેશની. ત્રાગે ત્રેવડ રહે નહીં. ૩ ત્રાંબાને તાવ ને રૂપાન રોગ. ત્રાંસી આંખે બે ચંદ્ર દેખાય. તાડ ઊપર ચડાવ્યા, પછી બાકી શું? તાડે ચહડનારને ટેકે હાથ પહોંચે ત્યાં સુધી, તાન ને તલવાર બનાવે તેનાં. તારી નિશાળે કોઈ ભણ્યું નથી.
તાબુત ઘેલાં તરકડાં, વિવાહ ઘેલી નાર;
હોળી ઘેલાં હિંદુડાં, એ ત્રણે એકજ હાર. તાલમેલ બધે તારા ઊપર." તાવડીમાં તારો, ને સાનકમાં મારો." તાવને તેડું નહીં. તાવને કાણુ સાંઈ લે ? તાવ હાથીનાં હાડ ભાંગી નાખે. તાળી દઈને જાય તેમ ગયો. તારું નામ ને મારું કામ. તારી રીસ ને મારો સંતોષ.૮ તારે મારે એવો મેળ, કે દીઠે ડોળે આવે ઝેર.
તીસે દાન ત્રણસે, નાના ભાઈ પરણશે;
હાથી ઘોડા લાવશે, ને ગધેડે બેસારશે. - ૧ તનખા હરામ પણ કહેવાય છે. ૨ તરણા ઓથે ડુંગર. ૩ હાથ છુટી બલા; ત્રાગું રીસ ચહડે ત્યારે કરવું પડે તે વખતે હદ રહે નહીં. ૪ માલ ઉપર જકાત. પરેટ. બે જણ હતાં તે વહેંચણ કરી. સ્ત્રીપુરુષ હતાં તેથી ખરચ કમતી હોય તેવાને લાગુ છે. ૬ સાંઈ એટલે સલામ, ૭ ઝડપથી નડે અગર અચાનક મરી ગયો, ૮ રીસ ચડશે તે બે કળીઓ વધારે જમશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com