Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૩૨૦
કહેવતસંગ્રહ
ટકે તુટે તેમ નથી. - ટાંગા ફરી ગયા. ટીલું થઈ ગયું. ટીલું લઈને તું શું આવ્યો છું? ટીચાળ છે. ટુંકી ગરદનીઓ મહા પાપી. ટુંકે ગજ, નાનું માણું, ફાટેલ પિટલ, છાબડે કાણું." ટેભા તુટી ગયા છે. ટેભ ઝાલે તેમ નથી. ટેલ્લો મારે. ટેલે ચહડાવવું.
ઠગ ને બગ બે ઊજળા. ઠાઠ, તલ, ઓર મધુરી બાની, દગાબાજકી એહી નિશાની, ઠાલી પુલી શું જાઊં, એક સંદેશો લેતી જાઊં, ઠાલી ઠકરાઈ ક્યાં સુધી નભે. ઠાલે કોથળો ઊભો રહી શકે નહીં. ઠાલાં ઠેઠાં, તેનાં શાં એઠાં ? ઠાની રાંડને ઠમકે ભારી. કંઠામાં ઠેલવું.૧૦ કે લીલે તેને શો ભય? ૧૧
૧ બેવડે રે કામ છે. ૨ ફેર ખાઈ ખાઈને. ૩ વર વર્થી અગર રાજ ગાદી પર બેઠા. ૪ એટલે હવે પાસે કાંઈ ગુડાકુ કે જીવ નથી. ૫ બધાં સરખાં. ૬ કાયર થયા છે. ૭ હવે આવી રહ્યું છે, થાક્યા છે. ૮ કામને ગમે તેવા કારણથી આછું ઠેલવું. ૯ ઊઠાવવું, મેના બે ગણાવવા. ૧૦ ગમે તેમ હોય અથવા હીંમતથી, વગર વિચારે કામ કરવું યા જોરથી કામ કરવું તે. ૧૧ પડેવાડીઆં બે ગામડામાં આંધળને પાંગળા રહેતા હતા. ખાવાના સાંસા પડ્યા એટલે આંધળે પાંગળાને ગામ ગયો, ને કહ્યું કે મારે ખભે બેસીને ચાલ, વઢવાણ શહેરમાં જઈ કોઈ સારા શાહુકારના ઘરમાં ખાતર પાડીએ. એ વિચાર સેક્સ કરી આંધળે પાંગળાને ખભા ઉપર બેસાડી શેહેર તરફ ચા. શહેરના પાદરમાં આવ્યા ત્યાં ચીબરી બોલી. આંધળે પાંગળાને પૂછ્યું, “ચીબરી ક્યાં બોલી ?” પાંગળો કહે બાવળના હુંઠા ઉપર. એટલે બાવળને ઠંઠે લીલે છે કે સુકે તે તજવીજ કરવાને આંધળો તથા પાંગળો બાવળને ઠુંઠ પાસે ગયા. જોયું તે ઠુંઠ લીલો હતો, એટલે આંધળે કહ્યું “તેહ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com