Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
- કહેવતસંગ્રહ
૩૧
ચહડ જા બેટા શૂલી પર, લે ખુદાકી નામ.
ચડે તે પડે, શું પડશે પીસનારી.
ભાગે તો ધનવાળા, શું ભાગશે ભીખારી ? ' ' ચાકર ચેરે તેમાં બરકત રહે, પણ શેઠ ચોરે તેમાં હરકત. ચાકરને ઘેર ચુકર ઘણું, ને ચુકરને ઘેર નફર ઘણું. ચાકરથી હસે તેટલું માન ખસે. ચાટણે હળ્યા છે. ચાઠે હળ્યા છે. ચાડીઆની જીભમાં નાણું, કે નવાબના ખજાનામાં. ચાડીઆ દેખે તેનું ઘર મારે.. , ચાડીઆ ચાડી મળ્યું? શકેરું ભરી છાણ મળ્યું. ચામડીઆ ગંધ ગઈ કે ગંધ સહી. ૨ કાંધ પડી રહ્યું છે. ટેવ પડી રહી છે. ચાર બેસે પાઘડી તે વાત કરે પાધરી. ચાર મળે એટલા, તો વાળી ઊઠે ઓટલા, ચાર સારા તે બાર સારા.
જે સુધરે ચાર તે સુધરે બાર;
જે બગડે ચાર તે બગડે બાર. ચારણીના ગુણ કરવા ત્યાગ, સુપડાના ગુણ ગ્રહવા ભાગ. ચાર તો ચંચળ ભલા, રાજા, પંડિત, ગજ, તુરી. પાંચમી ચંચળ
નારી બુરી. ચારે હાથ ભોંય પડ્યા.૯ ચાલતી સેર હોય, ત્યાં સુધી ભરમ. ચાલે ત્યાં છાયા ઢળે.૧૦ ચાલે તેહનું ચગણું. ચાલે અવળે પગલે તેનું મોત ડગલે. ચાવીને કુચો કરી નાંખ્યો છે. ચાહતકે ચાકર હોના, અનચાહતકા નામ ન લેનાં. ચાહે તેના ચાકર થઈ રહીએ.
૧ આ હિંદુસ્તાની કહેવત છે. ગુજરાતીમાં આ કહેવત છે ને તે સંબંધે વાત છે. ના. ૩૦૭ માં. ૨ પીસનાર=દળનારી. ૩ ભાગશે દીવાળું કાઢશે. ૪ ચોમાસાના ચાર માસ. ૫ મહિના. ૬ ચોમાસના ચાર મહિના સુધરે તે આખા વર્ષના બારે મહિના સારા લાગે. ૭ ચારણને ગુણ કચરે સંઘરવાને, સુપડાને ગુણુ કચરે કાઢી નાખવા. ૮ હાથી, ઘડે. ૯ કશે ઉપાય રહ્યો નહીં. ૧૦ એવો દેહને કમીવટ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com