Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૨૯૨
કહેવત સંગ્રહ
ઊતર્યું ઘાંટી, એટલે થયું માટી. ઉતાર આખા ગામને છે. ઉતરી પડતાં વાર લાગતી નથી. ઊતર્યાં મહી ત્યારે પહોંચ્યા સહી. ઉત્તમને ટુંકારે, ને અધમને ખાસડે મેત. ઊંદર ફૂંકતો જાય ને કરડતો જાય. ઊંદર બીલાડીને મેળ આવે, તે ઘરધણને સુખ આવે નહીં. ઊદમાતની ઊજાણું, એક ઊછાળે ઘા ને એક ઊછાળે પાણી. उदरनिमित्तं बहुकृतवेषा. ઉધાર વગર લાભ નહીં, ને મરણ વગર ડાભ નહીં. ઊધળી બાયડી ને ઊલળી ગાડી. બરાબર.) ઊંધા પાટા બંધાવવા.' ઊંધી ઇંટનો ચણનાર કડીઓ. ઊંધું બોલે કાંઈ દહાડે વળે છે? ઊભરે ચડે ત્યારે પાણી છાંટવું." ઊભો સાંઠે સો મણુ ભાર ઝીલે. (અથવા ખમે.) ઊભું રળે તે બેઠા સારૂ, ને સુમ રળે તે સખી સારું. ઊલેચે અંધારું ન જાય. ઊંડુંનું ઓસડ નહીં.
એ પાણીએ મગ ચડવાના નથી. જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવા. એ વર કલ ખાનાર નથી. એક કાનેથી ચાર કાને, એક ખોબે સમુદ્ર ન ઊલેચાય. એક કેફને હજાર હેક. એકડો નીકળી ગયે; એકડો અમદાવાદ ગયે. ૧ ઘાંટી ગળાને ઉપરને ભાગ. ૨ ઊતાર=ભૂત પલીતને માટે રસ્તામાં મૂકાયા છે તે અa. ૩ ઊધળી પોતાના ધણીને મૂકીને જનારી. ૪ અવળું સમજાવવું. ૫ સામા માણસને કેધ શહડે ત્યારે આપણે શાંત થવું. ૬ એ વર પરણશે નહીં. કલવર પરણવા આવે ત્યારે સાસરીઆ કન્યા પરણાવશે એ અર્થસૂચક શુકનનું ખાવાનું ૭ =ધિક્કાર, ૮ ભાઈ નિર્માલ્ય ઠર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com