Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
ખબર ખાટલે, ને દોલત દરવાજે, ખમે તે ભારે. ખરી વાતમાં શાનો ખાર, કરજ આપે તે શાને પાડ? ખરું ખોટું ઈશ્વર જાણે, ફેકટનો ભાર જોષી તાણે. ખરે કર્યા વગર બધાં ઊપર મેલ ચડે. ૨ ખરો પહેરવેશ, ઓળખાવે દેશ. ખળને અને કાંટાને દૂર કરવાના બે માર્ગ છે. કાં તે જુત્તાથી મહીં
ભાંગવું કે કાં તો દૂર જ રહેવું. ખાઈને ખાસડાં મારે.
ખાજે ખાજા ને ચાવજે ચણ;
તું સલામત તે, ભાયડા ઘણખાયો ચાર પથ્થરા ઉપાડે. ખાટલે પડે તે ઘરનાંને નડે. ખાટી છાશ ઊકરડે નખાય. ખાતર ઊપર દી. ખાતાં પીતાં હરિ મળે તો, હમણું કહીઓ. ખાતાં રહ્યું તે બી ને મરતાં રહ્યું તે ઘરડુ. ખાતી જાય, પીતી જાય ને ઘરના વળા ગણતી જાય. ખાતું ન જણાય, પણ માતું જણાય. ખાતું ગયું, ને ધાતું ગયું. ખાદે ખાધ વધે. ખાધ આવી તે કહે ધણીના ઘરમાં. ખાધું ને દીધું તે આપણું બાકી બધું પારકું. ખાને પીનેકી તંગાતંગી, પાનીકી રેલમછેલ. ખાય જામત, પડે ત્યાનત, ખાય તે ધાય. ખીલ ખીલ માંડે." ખીલ દુઝે તો ભેંસનું શું કામ ? ખાવે શરા, ને લડવે પૂરા.
૧ નમ્રતા, ૨ બગડે. ચાકર,ઢાર વગેરેને ખરે કરવાથી સારાં રહે. ૩ ધાતું ઊદ્યોગ કરતું. ૪ મહેનત કરે કામ સંપૂર્ણ થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com