Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૩૦૨
કહેવતસંગ્રહ
કતરાની માફક ઢસરડી નાંખ્યો.? કુતરું અમથું ભસે નહીં. કુતરે ખડ ખાધા જેવું બોલે છે. કુતરૂં હાડકું કરડે, ને પોતાના મહોંમાંથી લોહી નીકળે તે જાણે હાડકામાંથી ' લોહી નીકળે છે, એમ સમજીને વધારે કરડતું જાય છે.
બે ખાતર નહીં. કુંભારનાં ઘડ્યાંને માણસનાં જયાં, બધાં જીવે તે ધરતી ઉપર સમાય નહીં, કુંભારના ઘરનું હલું છે કે બદલાવાય ? કુવાનો દેડકે દરીઓ જાણે નહી. કુ વંઠયો, જ્યાં કબુતર બેઠું; ઘર વંઠયું, જ્યાં ભગતડુ પેઠું. કુંવારાનું સૌ, ને પરણે તેની વહુ. कुसंगा संगदोषेन, काष्टघंटा विटंबणा.
કેડમાંથી ભાગ્યા, તે ઊભા શી રીતે થવાય? કેફ હરામ નથી, તેનાં ફેલ હરામ છે. કેરી વણ ને આકડાને પણ થાય, પણ ખવાય ફક્ત આંબાની. કેવળી જ એક ભાવીને જાણી શકે. કેશ ચુંટી નાંખીએ, પણ મરનારનું મહેડુ જોવાતું નથી. કેળ એક વાર ફળે. કેળ કાક વિંઝયા. કેળામાં ગેટલી નહીં, મુસલમાનને ચોટલી નહીં.
કેઈ કહે શું ખાઉ? કેઈ કહે શામાં ખાઉ? કેઈ અન્નનું ભૂખ્યું, કેઈમાનનું ભૂખ્યું. કેઈ દસા, કોઈ બીસા, બંદા સાડ બત્રીસા. કેઈ નામ લે નહીં.' કેક ગુંચાયું. કેડીએ જુવાર, તે ઘરમાં ડાહી નાર. કેથળામાંથી બીલાડ નીકળ.
૧ ઉત્તરકાર્યમાં જેની પાછળ ખરચ ન થાય તેના વિશે કહેવાય છે. ૨ પરણેલી સ્ત્રીની બાબતમાં કહેવાય છે. ૩ વણ=પાસ. ૪ “” પણ વપરાય છે. કોઈ કી હરકત કરે નહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com