Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
કાકડી, ચીભડું કાપી જેવાય, પણ પેટ ચીરીને જોવાય નહીં,
અનામત અમે કોઇની રાખતા નથી, ને આટલું બધું જોખમ અમે કેવી રીતે રાખી શકીએ ?” પછી ફકીરે અનામત રાખવા આગ્રહ કર્યો, તેમ શેઠે “ખેંચ પડ મુજે બેર આતા હય” તેવી રીતે નહીં રાખવાનો ડોળ કર્યો. તેમ તેમ કીરે બહુ આજીજી કરી, ત્યારે શેઠને દયા આવી હાય, તેમ તે ધર્મનું કામ કરવા જાય છે માટે ઉત્તેજન આપવાની મેહેરબાની કરતા હેાય તેમ કરી કહ્યું કે, “હું તમને એક મજબુત એરડી સોંપું ને એક મજબુત પેટી સોંપું તે પેટીમાં મૂકી તાળુ મારી, તે પછી એરડીને તાળું સાચવીને કુંચીએ! તમે તમારી સાથે લેતા જાઓ.” કીરે લાચારીથી તે વાત કબુલ કરી પાતાના ડલ્લા પેટીમાં મૂકી તાળું માર્યું, પછી તે પેટી વાળી એરડીને તાળું મારી બન્ને કુંચીએ સાથે લેઇ તુજ કરવા ગયા. ખરચને માટે જરૂર પડતું નાણું સાથે લેતે ગયા.
છએક મહિના પછી વજીર કીર હજ કરીને પાછા આવ્યા. અને તારશા શેઠને ત્યાં અનામત લેવા ગયેા, એટલે શેઠે કહ્યું, “તમારી એરડી ઉધાડીને પેટીમાંથી કહાડી લેઇ જાઓ.'’ ફકીરે આરડી ઉઘાડી તા ખરાખર સારી સ્થિતિમાં જેઇ. તેણે પેટી ઊઘાડી માંહેથી ડલ્લા કહાળ્યો તા, વજનમાં તેટલેા જ લાગ્યા. શેઠ રૂબરૂ ડલ્લા છેડી નેતાં તેટલા જ વજનના નર્મદાના ગાળ કાંકરા કીરે જોયા. ફકીરે શેઠને પૂછ્યું, “આ શું ?” શેઠ કહે, “તમારૂં જે હરશે તે નીકળ્યું.” હવે હીરા, માણેક, પાના, મેાતીને બદલે કાંકરા નીક્ળ્યા. પેાતે વજીરાત કરેલી તેથી ડાહ્યો માણસ તા ખરાજ એટલે વિચાર કર્યો કે, “મારી પૂર્વ સ્થિતિ કાઇ જાણતું નથી, મારે ફકીરી હાલ છે, તેમ તકરાર ઊઠાવવાને આધાર નથી, માટે મુંગે મોઢે ચાલી નીકળવું ને આ લ્લા એમને એમ રાખી મૂકવા. ફકીર નિશ્વાસ નાંખી જે મળ્યું તે લેઇ ચાલતા થયા અને શેઠને નિરાંત થઈ.
હવે ફ્કીર શેહેરની અંદરના એક તકીમમાં રહ્યો. તેણે સૂકા કે સારા રોટલા ગામમાંથી માગી લાવી ગુજરાન કરવા માંડ્યું. વષઁક દહાડા વીતી ગયા છે, તેટલામાં એક ખાવાની જમાત, ગુરૂ તથા વીરા પચીશેક ચેલાની બનેલી, તે ગામમાં આવી. તેમણે મુકામ શેહેર વચ્ચે સારા ચેાક જોઇને કર્યો. ગુરૂનું ત્યાં આસન કર્યું, અને સાથેના દેવને એક મેટા છત્ર નીચે પધરાવ્યા. અને આસપાસ ચેલાએનાં આસન નાંખ્યાં. દિવસે ચેલા ભિક્ષા માગવા જાય, લાટ દાળ લાવે તેની રસેાઇ કરી ઠાકુરજીને થાળ ધરાવી જમે, ને નૃસિંહજીનું ભજન કરી માત્ર ભક્તિમાં દિવસે વ્યતીત કરે. આપણા ફકીરે ધ્યાન રાખી દુર બેસી આ વ્યવહાર જોયા ને પાતે તેમની ભક્તિથી રાજી થયેા હાય એમ ડાળ કરી પાસેની દુકાનના આટલા ઊપર રાત ગુજારવા લાગ્યા, પણ રાતના તે જાગૃત રહી ખેલ જેયા કરતા.
જમાતમાં ગુરૂજી તે। આસન મૂકી કયાંયે જાય નહીં. પણ ચેલા ગામમાં ભિક્ષા સારૂ જાય ત્યારે શેરીએ શેરી, ધરે ધર, તેમાં રહેનારાં માસે, તેમની સ્થિતિ વિષે બરાબર ચેાસીથી તપાસ કરે. એમ દશેક દિવસ જમાત રહી તેમાં ચેલા ધરે ઘરના તમામ રસ્તાના જાણીતા થઈ ગયા અને પછી ચેરી કરવા લાગ્યા. જેના ઘરમાં પેસે તેના દાગીનામાંથી એક કે બે દાગીના ઉઠાવે. રૂપીઆની થેલી હેાય તે શ્રેણીને તુરત જાણવામાં ન આવે કે બૂમ કરે અથવા ગુમ થઈ
અર્ધો ઉઠાવે, ને ઘર ગયાના વહેમમાં પડે
२७०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
'
www.umaragyanbhandar.com