Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૨૮૬
કહેવતસંગ્રહ
અક્ષરવાર કહેવતે, વાક્ય ને સાખીઓ
વિષયના મથાળાંવાર કહેવતમાં જે કહેવત, વાક ને સાખીઓ આવી શકી નહીં તે
અ અકતે કર્યું તે આગળ મુજ આવે.' સાખી-અકર જાનાં મકર જાનાં, જાનાં હિંદુસ્તાન;
તીન જાનેકા સંગ ન કીજે, લંગડ, બુરોડ, કાના. ૧ અકલ બહેર મારી ગઈ. ૨ કઈ દિશા સુઝતી નથી. ૨ દિમૂઢ થઈ ગયો છે. અક્કલબાજથી અદાવત કરવી નહીં. અખતર ડાલાએ ડહાપણું કર્યું, કે હીંગના કુવામાં ઘી ભર્યું. અખાનો ડખો. અગીઆરસને ઘેર બારસ પરણી. અગ્રે અગ્રે વિપ્ર, જટાળો તે જોગી, અને વચ્ચેને કંદ, તે આરોગે નંદ. અગ્નિને ઊંધાઈ અડે નહીં. અજાણ્યામાં વસે તે અચાનક ખસે. અજાણ્યાને ગુહે માફ. ૨ અજાણ્યાનો દોષ નહીં રે ગુસાંઈએ. અડપલો બ્રાહ્મણ વહાણ બાળે, ભોળો વાણુઓ એાછું તળે. અઢળક ઢળ્યા, ને દળદર હળ્યાં. અણસમજુ તે આડો વહે. અણસમજુ ઢેર, લેવા મોકલ્યો કાકડી, ને લાવ્યો બોર
૧ અક્ત=રજા, આણજે, કામથી વિરામ પામવાને દિવસ; અધ્યાય. ૨ અખા ભગતે કરેલી કાવ્યમાં નહીં સમજાય તેવી બાબતને વિરૂદ્ધ સમજવાળા એ કહે છે.
૩ એક શેરડીનો સાઠે બ્રાહ્મણ તથા જોગી માગી લાવ્યા, તેમને વેહેચણમાં વધે પડવાથી વાણિયાને પંચાત સોંપી. ત્યારે વાણિયે સાંઠાની વહેંચણ કરી કે, “અ અસૌથી પહેલો પુછડા તરક્કે તે વિપ્રને, થીઆના ભાગને મુળયાં વળગેલાં તે ભાગને જટાવાળે રવી જોગીને આપ્યો ને પૂંછડી તથા મૂળ વચ્ચેની ગાંદી તે વાણિયે વહેચણની મહેનત બદલ પતે રાખી, તેની આ કહેવત. “વચ્ચેને કંદ (ગાંદલી) તે આગે નંદ” (વાણિયો).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com