Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
૨૮૯
આગે આગ મળે, ત્યારે ભડકે થાય.૧ આજકાલને કીકે, તે ડહાપણમાં ડુલી ગયે. આજ ઈહાં, કાલ ક્યાં, ને પરમ દહાડે પરદેશ. આ જેને પડતે હોય તેને પડે, આટા ખુટહ્યા છે. આટામાં લુણ સમાય, લુણમાં આ સમાય નહીં. આટા મહોપ ઊપર ઊડે છે. આટા ઢીલા, ને બંદા નરમ અથવા અણુકસબી. આડે લાકડે આડે વહાડ. આડે માણે ભરવું. આડે લાકડે આડો વેહ, ને આડે વસે ગામને છે ? આડતને ને અધીરને બને નહીં. આડીઓ નહીં, ઊભીઓ નહીં, લે બીબી ખાટ. આણુ રામની દીધી છે. ૧૦ આણુ રાજાની ફરી ગઈ.' આ તે રામબાણ છે, સિદ્ધ ઉપાય છે. આથર બદલ્યા, પણ ગધેડા તેના તે છે. આદમના આદમી, ને મનુનાં મનુષ્ય, દનુના દાનવ. આદમજી ગયા તે ગધેડે વસાવી લાવ્યા. આ ભવાની.૧૩ આપકા સે સાપકા, દુસરે સાલે ફાસપુસીએ. આપણું તે હા હા, બીજાનું તે હી હી. આપણે ક્યાં દુકાન માંડી બેઠા છીએ, કે ચણું આપીએ? આપણે કામને એક ઘડી મૂકીએ, કામ આપણને આખો દિવસ મૂકે.
૧ કેપીએ કેધી મળે ત્યારે મહાભારત કજીઓ થાય. ૨ ઘરડા કરે છે. ૩ આછોપ્રતાપ, પ્રભા; છાપ. ૪ પૈસા જતા રહ્યા છે. ૫ મહેડુ લેવાઈ ગયું છે. ૬ તેમાં જેટલી બગડી. ૭ આડે માણે ભરવું. માણું દાણું ભરવાનું માપ. તે સીધું રાખીને ભરે ત્યારે દાણું સમાય; ઊંધે માણે ભરે માણુના તળા ઉપર રહી શકે તેટલા દાણ આવે ને માણું ગેળ નળા જેવું હોય તે આડું રાખીને ભરે ત્યારે એક દાણો રહે નહીં એટલે “આડે માણે ભરવું” મતલબ કાંઈ ભરાય જ નહીં. ૮ ગામને છેહગામને છેડે. Desperate cuts have desperate cures. ૯ ઇસ, ઊપળું કે પાયા નહીં ને લ્યો બીબી ખાટ, આડીએ=ઊભી એ ઉપળાં ને ઇસ. ૧૦ આણુસમ. ૧૧ ગાદીએ બેઠા. ૧૨ આરિગુણ નાખતાં પહેલાં ગધેડા ઉપર જે નાંખવામાં આવે છે તે. આથરાગડા. ૧૩ હીજડા.
૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com