Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
૨૮૭
દેહ–અમલ ન પ ઠાકર, સુકાઈ થાશે સલ;
માગ્યું તે મળશે નહીં, એમ કહે જેમણ. ૭૪૪. બંદા પહેળા ને શેરી સાંકડી. ૯
બંદા પહેળાને શેરી સાંકડી. ગોકુળમાં કહાન મહાલે, તેમ માહાલે. ઘાંયજાની કથળીમાં સજાઈઓ માહાલે તેમ માહાલે. છાપરે ચડીને બેઠા છે. આ સામું જોઈ ગયા છે. કુલે પાનીઓ લગાડે છે. આસમાનને ને તેને હવે બે તસુનું છેટું રહ્યું છે.
જમીન ઉપર પગ માંડતું નથી. ગધેડી ફુલેકે ચડી છે. ૭૪૫. ધર્મનાં મૂળ ઉંડાં છે. ૯ ધર્મનાં મૂળ ઉંડાં છે. અધિકસ્ય અધિક ફલમ. ધર્મ તરે ને તારે, પાપ બુડે ને બુડાડે. ધર્મનાં કામ કીધાં જ ભલાં. ધર્મને દ્રોહ કરે તે કયાંહે ન ઠરે.
ખા ગયા, ખીલા ગયા, સાથ લે ગયા, રખ ગયા, જખ માર ગયા. પુયે પાપ ઠેલાય દેહ–ધર્મ ઘટતે ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય
મન ઘટે મહિમા ઘટે ઘટત ઘટત ઘટ જાય. ૬૨૦ પાઈ-પાંચ કેસનો હેય પ્રવાસ, ભાતું લ્યો છો કરી તપાસ;
આ તે છેટું જાવું ઘણું, બાંધે ભાતું પરભવ તણું, ૬૨૧ ૭૪૬. દેવળને ઘંટ જે આવે તે વગાડે. ૭ દેવળનો ઘંટ જે આવે તે વગાડે. વીસમા વડ જે આવે તે બેસે, વેશ્યાને ખાટલે જે આવે તે થુંકી ભરે. દારીને ચોતરે જે આવે તે બેસે. ચોરાનું બેસણું, કેઈને ના કહેવાય નહીં.
૧ જે માણસ સારૂં દેખી કુલાય છે ને મનમાં મલકાઈ જાય છે તે વખતે તેનું વર્તન થાય છે તે સંબંધે. ૨ સજાઇએ અ. ૩ અધર ચાલે છે. ૪ ફુલેકુંવર . છે તે ધર્મ જેમ વધારે કરે તેનાં ફળ અધિક, અધિક ખાવાનું ફળ અજીર્ણ અધિક દેલતનું ફળ ફીર કોઈ પણ અધિકમાં સુખ હેય તે ધર્મની અધિક્તામાં સુખ છે. ૬ સારાં કામ કીધાં જ ભલાં, આમ પણ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com