Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
२४१
૬૩૭. સાદા રાયજાદા. ૧૩
સાદા રાયજાદા. સાદાઈમાં મજે છે. જેની ખારાકી પિોષાકી સાદી, તેને મળે સુવા સવા મણુની ગાદી, પણ જેને વાહાલો શૃંગાર, તેમાં કયારેક ઉઠે અંગાર. ભોંય બેઠા એટલે પડવાને ભય ટળે. સુવું તે બેસીને સુવું, પડતું મૂકવું નહીં. સાદો ખોરાક, સદા નિરોગી. સાદા માદા, સાહેબજાદા. સાદો પોષાક તે ખરી મોટાઈ. આછકડાઈ તે હાંસી કરાવે. આછકડું ઓછું લાગે. સાદું સદા કાળ નભે. સાદું તે સદા સેહામણું. આનંદ કહે પરમાનંદા, સાદું રહેવું સારું,
ખરચખુટણ જેઈને કરવું, બચી જવાનું બારું. ૬૩૮. પેટને બળે ગામ બાળે. ૪
પેટને બળે ગામ બાળે. ગામ બન્યું ખમાય, પણ પટ બન્યું ન ખમાય. દીપકના બળેલને મલ્હાર ઠારે. જેનું અંતર બળેલું તે બધાને બાળે. ૩૯. વિવાહની વરસી કરવી. ૭ વિવાહની વરણી કરવી. વિવાહનું બારમું કરવું. બેલે બેલે વાડ ને જીભે જીભે કાંટા.
“કાકા અજમેર ગયા છે, ને કાકી કેટે છે,”
તેનું “કાકા આજ મરી ગયા છે, ને કાકી ફૂટે છે, કરવું. આખાના ભરડ્યા કરવા. અડદ, મગ જેમ તેમ ભરડી નાંખ્યા. નાળને બદલે બીજું વધેરવું. Funeral instead of marriage.
૧ રાયજાદાસારૂં. ૨ આછકડું વાયડામાં ખપે. ૩ દીપક નામને એક રાગ છે. જે કાઈ એ રાગ ગાય તે તે વખતે વાતાવરણમાં અગ્નિ પેદા થાય અને ગાનરે બધું બળું થઈ રહે. તેને મલ્હાર રાગ ગાનારે મલ્હાર ગાઈ, મેહ લાવે ત્યારે ઠંડક થાય, એમ ગાંધર્વ વેદ ઉપરથી સંગીત શાસ્ત્રીઓ કહે છે. અબરના સમયમાં એ રાગ એક વાર ગવાયે હતો. ત્યાર પછી એને ગાનાર કાઇ થયો નથી. ૪ વધેરવું કાપવું.
૩૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com