Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
-
ઘેર નરાજી તાળાં દેવાઈ ગયાં. પિંડ સુધી પથારી.
આડીઓ કે ઊભીઓ કેાઈ મળે નહીં. ૬૯૨. કેણ વસ્યું ને કેણ વસે, ધરતી બેઠી હસે. ૫ કેણ વસ્યું ને કેણ વસે, ધરતી બેઠી હસે.
આ પૃથ્વિના પડ ઉપર કૈક થયા ને કૈક થશે, પૃથ્વિ તે ને તે. દેહરા–ધરતી રંગ બેરંગીણી, ધરતી લીલ વિલાસ;
કીતે રાવ રમ ગયે, કીત ગયે નિરાશ. પ૭૫ ધરતી નિત્ય નવેરડી, કેની ન પુરી આશ; કેતા રાવ રમ ગયા, કેતા ગયા નિરાશ. ૫૭૬ ધરતી હસે ધન દાટતાં, બખ્તર પેહેરે કાળ;
વ્યભિચારી નારી હસે, જ્યારે પીયુ લડાવે બાળ. પ૭૭ ૬૩. દેડકાંની પાંચશેરી. ૬
દેડકાંની પાંચ શેરી. ઊંટનાં લીંડાં ખાં નખાં. ચીભડાની ભારી. વન વનની લાકડી, ભારી એક રહે નહીં. વાડાવાડાની ભેગી થાય, તે સંપ રહેવા દેજ નહીં. ત્રીજ ને તેરશ એક થાય નહીં. ૬૯૪. માફ કર્યામાં મજા. ૫
માફ કર્યામાં મજા. ચંદ્રથી નિર્મળ ક્ષમા. મિજાજ કરતાં માયા (હેત) વધે. પેટ મોટું રાખવામાં માલ. હરે-ક્ષમાં સબનકું વશ કરે, ક્ષમા કહા નહીં હોય;
ક્ષમા ખડગ જેહી હસ્તમેં, દુર્જન રહે ન કાય. પ૭૮ ૧ નરાજીઆં=ખંભાતી તાળાં, મોટા દાંડા વાળાં. ૨ આવી રીતે પણ બેલાય છે.
૩ ધનવાન માણસ પોતાના વંશજોના ઉપયોગ માટે ધન દાટે છે, ત્યારે ધન દાટતાં જઈ ધરતી હસે છે કે દાટનાર અગર તેના વંશજોને આ ધન કામ લાગશે કે કેમ? યોદ્ધાઓ બખ્તર પહેરે છે ત્યારે પિતે ધારે છે કે હવે મને ભય નથી, ત્યારે કાળ હસે છે કે મારી શક્તિ આગળ બખ્તર ટકશે કે કેમ? ધણું છોકરાંને પોતાનાં માની લાડ લડાવે છે ત્યારે વ્યભિચારીણી સ્ત્રી હસે છે કે, કેને દીકરે ને કાણુ પિતાને માની રાજી થાય છે? આ ભાવાર્થ છે. ૪ તે તળતાં તળતાં દેડકાં કુદી આઘાં થાય, તેથી
ખાય નહીં. ૫ ફાળથી બાંધેલી ત્યાં સુધી એકઠાં, પછી તેમાં ખાં રહી જાય.. ૬ વાડાવાડાની એટલે ભાઈઓ અથવા દીકરાઓની વહુઓ.
૩૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com