Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
૪૨ શ્રાવણ જાય કારડે, તે કણે ભરાય ઓરડે. ૪૩ શ્રાવણ સુદી સપ્તમી, સ્વતિ ઊગે સૂર;
ડુંગર બાંધે ઝુપડાં, પાદર આવશે પૂર. ૪૪ કકે ભીંજે કાંકરો, સિહે ભીંજે પાળ;
સહદેવ કહે ભડલીને, ટીંબે પાકે શાળ. ૪૫ ઘેલી ચિત્રા કરે ખેલ, ભર ઉહાળે આવે રેલ. ૪૬ જે વરસે સ્વાંત તે ન વાગે તાંત.૪ ૪૭ ચૈત્ર માસકા દો દિન સારા, આઠમ ચૌદશ પક્ષ અંધારા;
ગાજ વીજ કરે ચમકારા, તે અસાડ માસ કોરા નીરધારા. સેરઠે–મા તણુવકે તું મેહ, તારાં તાણ્યા નહીં વરતીએ;
એક સગપણ દુજે સ્નેહ, તું તાણીશ તો તુટશે. ૬૦૨ ૭૦૯. ભવ આખે ન્યા, ત્યારે પારકે લાકડે બન્યા. ૪
ભવ આખો રળ્યા, ત્યારે પારકે લાકડે બળ્યા. ભણું ભણીને ઊંધા વળ્યા, આઠે ઊંડે એટલે. ઊઘાડે વાંસે રળ્યા, ત્યારે માંડ રોટલા મળ્યા. જન્મારો આખો રળ્યા, ને જહનમમાં નાંખ્યું. ૭૧૦. કાગડાની ગાં–માંથી ગંગાજળ નીતરે નહી. ૯ કાગડાની ગાંમાંથી ગંગાજળ નીતરે નહીં. માંસ ચુંએ કાંઈ નાણુ નિકળતાં નથી. એ દૂધમાં કાંઈ લા કે સા નથી. અમે મત નહીં હે. આપાની ઢોલકીમાં કાંઈ સા નથી.’ એ પાણીએ મગ ચડે નહિ. બકરીના ગળાંના આંચળમાંથી દૂધ નીકળે નહીં. પાણી વેલવે માખણ ઊતરે નહીં.
૧ એટલે જેઠ અષાઢમાં પુષ્કળ વરસાદ પડ્યો હોય તે. ૨ શાળ એટલે કદ અગર ડાંગર કયારડામાં પાણી ભર્યા હોય ત્યાં પાકે. કર્ક રાશિ તથા સિંહ રાશિમાં વર્ષાદ થયો હોય તો પાણું એટલું પડે કે ટીબો પણ કયારડા જે થાય ને ત્યાં ટીબે શાળ પાકે, એ ભાવાર્થ છે. ૩ એટલું પાણી પડે કે ઉહાળામાં પણ રેલ જેવી પાણુની છત રહે. ૪ તાંત પીંજણમાં હોય, તે કપાસ થાય તો તાંત વાગે; પણ સ્વાતં વરસે તે પાસ થાય નહીં ને તાંત વાગે નહીં, એ ભાવાર્થ છે. ૫ ખેંચાવું. ૬ વેરતીએ પેટ ભરીએ કે જીવીએ. ૭ બંધ રાખવું. ૮ કાઠી દરબારને લક આપે કહે છે, સા ગંધ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com