Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
૧૮૭
સદા કાળ સ્થિતિ તેની તેજ ચાલતી નથી. No man lives so poor as he was born.
If you do not do it, somebody else will do it. ૪૮૬. મારે લાલે લાભ વગર લેટે નહીં. ૧૧ મારે લાલ લાભ વગર લોટે નહીં.' શેઠ કેમ તણાણું, તો કહે લાભે લોભે. વાણિયો મતલબ વગર તળે નહીં. પૈસાને માટે લંકા જવું પડે. લાલચ વગર કઈ લપટાય નહીં. સબ કુછ બાતાં હે પૈસા. એક પૈસા માટે ધોળકે જાવું પડે.
આવે પણે, ને લપકે આવે ઢોર, બિલી ઘી સુંધતી આવી છે.
એઠું ખાય તો ચેપડ્યાને ભરોસે. જોડકણું–બ્રાહ્મણનું જય જમે, ભવાયાનું જાય રમે;
વાણિયાનું જાય લેભે, ભરવાડનું જાય ડાભે, ૪૮૭. શેખચલ્લીના વિચાર. ૬ શેખચલ્લીના વિચાર. પતંકી રેટી એર પાનીકા ઘી બન જાય, તે બંદા ઝબોલ ઝબોલ ખાય.
૧ એક ડોસીને લાલે નામે દીક હતા. તે બજારમાં ઘી લેવા ગયો. પાછા વળતાં લાલો રસ્તામાં પડી ગયે, ઘીનું વાસણ પણ ઓંય પડી ગયું ને ઘી ઢળી ગયું તે લાલો હાથેથી ઊસરડીને વાસણમાં નાંખતે હતે. સાથે રસ્તાની ધૂળ પણ બેબામાં આવે તે પણ વાસણમાં નાંખતો હતો, તેટલામાં કેઈ ઓળખીતે માણસ પાસેથી નીકળ્યો તેણે લાલાને જે. લાલો ધી ઉસરડી નાંખવામાં રોકાય ને પેલે માણસ તો ચાલ્યો ગયો. તેણે લાલાના ઘર આગળથી પસાર થતાં લાલાની માને કહ્યું, “તમારે લાલો પડી ગયો ને ઘી ઢળાઈ ગયું તે ઉસરડે છે.” ડોસી લાલાનાં લક્ષણ જાણતી હોવાથી બોલી, “મારે લાલો લાભ વગર લેટે તે નથી.” એટલામાં લાલ ધીનું ઠામ લઇને આવ્યો.
ડેસીએ પૂછ્યું, “દીકરા, કેમ કરતાં પડી ગયો?” ત્યારે લાલ કહે છે કે, “મા, રસ્તામાં આવતાં સેનાહેરનું પડીકું પડેલું જોયું, પડીકું ઉપાડવા વાંકે વળું તે હજારે માણસ જુએ ને પૂછપરછ થાય, તેથી પડી ગયો, વાસણ ધીનું પડીકા ઊપર નાંખ્યું ને રસ્તાની ધૂળ સાથ પડીકું વાસણમાં લઈ લીધું છે; માટે ધી ઊભું કરી નીકળે તેટલું નીતારી લે ને સેનાહેર કાઢી લે” ત્યારે ડેસીએ કહ્યું, હું તે જાણતી હતી કે “મારે લાલો લાભ વગર લોટે નહી.”
આ ઉપરથી કહેવત થઈ કે મારે લાલો લાભ વગર લેટે નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com