Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
૨૨૭
હજુ તે શ્રીગણેશાય નમઃ છે. હજુ તો ગણેશને વેષર છે. • પાશેરામાં પહેલી પૂણી.
હજી તે સોળે સોગઠી કાચી છે. હજી તે સાતે ખરીઆ પેટમાં છે. હજી તો ઘર ઘડી ને ધર દહાડે છે હજી તે ધડ થાય છે, તો બધો બાકી છે. શ્રીકું છોડકે “ગુ કુ મહા લગા હે. સવાલ-મહારાજ કયા પઢતે હો? જવાબ-ગીતા. સવાલ-કાના અધ્યાય? જવાબ–પેહેલા. સવાલ–કેનસા શ્લેક? જવાબ–પેહેલા. સવાલ-કેનસા અક્ષર જવાબ–શ્રી છોડકે, “ગુ” મહા લગાયા હે. (એટલે શ્રીગુરૂભ્યો નમઃ ને બીજો અક્ષર ભણતા હતા.) ૬૫. જે થાય જતિ, તે પણ છુપે નહીં કર્મની રતિ. ૬
જે થાય જતિ, તે પણ છુપે નહીં કર્મની રતિ. કર્મ છુપે નહીં ભભૂત લગાયા. ભાગ્ય જંગલમાં મંગલ કરાવે. કરમ ઢાંક્યાં રહે નહીં. કર્મના જોગ દેહના કર્મવટામાં દેખાય.
સોનાની રતીનું મૂલ, પણ કરમની રતીનું મૂલ નહી. ૬૦૬. માથાના વાળ પગે લુહ્યા, પણ એક ટળી બે ન થ. ૭
માથાના વાળ પગે લુહ્યા, પણ એક ટળી બે ન થયો. પળસી કરી પ્રાણુ ગયા, પણ પલે નહીં. એળાસણું ઘણું કર્યું, પણ હદે હરિ વસ્યા નહીં. માખણ લીધામાં મણું ન રાખી, પણ કુણ થશે નહીં. ડાહીમાં હાથ ઘાલ્યા, પણ વળે નહીં. દાંતે તરણાં લીધાં, પણ દયા આવી નહીં. મહેમાં ખાસડું લેઈ પગે લાગે, પણ મેહેર આવી નહીં.
નહી.
૧ ગ્રન્થ લખતી વખતે પ્રથમ શ્રીગણેશાય નમઃ” લખાય છે. એટલે એટલું જ લખ્યું છે, બીજું લખવાનું છે તે બાકી છે, એટલે શરૂ કર્યું છે.
૨ આગળ નાટક થતાં હતાં, પણ તે ઉતરી ગયાં ને ભવાયા ભવાઈ કરે છે, તેમાં ઘણું વેષ લાવે છે. તે પ્રથમ વેષ ગણેશન લાવે છે, એટલે હજી બીજા વેષ બધા બાકી છે, - ૩ શ્રીગુરુભ્ય નમઃ સુધી પણ ભણ્યા નથી. ૪ ભાગ્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com