Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૨૩૬
કહેવતસંગ્રહ.
ઘર ઘર ઢેલકી, ઘર ઘર તાન, ઊસકા નામ હિન્દુસ્તાન.' મારવાડ મનસુબે ડુબી, પૂર્વ ડુબી ગાને સેં; ખાનદેશ ખુરદા ડુબી, દક્ષિણ ડુબી દાનું મેં. ૨ નડીઆદ ગામની નવ ભાગોળો, નેણું ભરી નર; સે પેઢી સુધી ખેાળી જુઓ, પણ નહિ સામળદાસ સરખે. લેટમાં કાંકરી, ભાંભળાં પાણી; મુડદાલ માણસો એ ઝાલાવાડની એંધાણી. વાઘરી જેવાં લુગડાં, જોવા લઈ જાય પાણે; પવાલા જેવા ચુડલા, એ ઝાલાવાડી જાણો. નહીં છાસ, છમકે,ને છાંયડે એવા કેતાક અવગુણુ કહું;
પણ ભંડામાં ભલું એટલું કે, ભલા નીપજે ઘતું. ૬૨૭. રહી રહીને જાગે, ત્યારે જે ખીચડ માગે. ૬ રહી રહીને જાગે, ત્યારે જો ખીચડ માગે. પુંછડે જતાં ફેણ માંડી. પહેર મુઈ સાસુ ને એણુ આવ્યાં આંસુ. જાતે જન્મારે વરણાગી, ને ઘેાળામાં ધુળ નાંખવી. ગાળ દીધી પહેર અને રીસ ચડી એણ.
શેઢે આવી શીરામણ માગે. દ૨૮. મારે તે મીનું ને જાય તે બારગીરનું ૧૭
મરે તે મીનું ને જાય તે બારગીરનું. પરબારૂં ને પિણુબાર. તુટેગા તે તાઈકા, મરેગા તો નાઈકા, ગુમાસ્તાને ખીંટીએ પોતી. ધળીઆ, ધાડ આવી તે કહે ધણીને ઘેર. નાત નાતનું ખાય છે, મુસાભાઈનું વા ને પાણી.
૧ ઉત્તર હિન્દુસ્તાન. ૨ દાન બહુ ખરચ. ૩ વાઘરી ઠેકાણું વગરની. ઝાલાવાડની નદીને કાંઠે પત્થર નહીં માટે સ્ત્રીઓ નદીએ જોવા જાય ત્યારે પાણો લઈ જાય. ઝાલાવાડની નદીના કાંઠા માટીના ને રેતીના હેય છે. ૪ છમકે વઘાર ભાલમાં ઝાડ નહીં એટલે છાંય નહીં. ૫ ભાલ=નદીઓ રેલાઈ ને ફેલાઈ જાય તેવા ભાગને ભાલ કહે છે. તે મુલક લીંબડીની દક્ષિણથી શરૂ થાય છે ને તેમાં વઢવાણ, લીંબડીના ભેગાવા, સુકભાદર, ઘેલો વિગેરે નદીઓ રેલીને ફેલાઈ જાય છે. તે ભાગ ભાવનગરની ખાડીના ઉત્તર કિનારા સુધી છે. ૬ ઘેર હતા ત્યારે ન માગ્યું, ખેતરના શેઢા પર આવી માગ્યું. ૭ મુસાભાઈના વડીલો શ્રીમાન તથા આબરૂદાર હતા તેથી વેરાની નાતનાં વાસણું તેને ત્યાં રાખવામાં આવતાં હતાં. મુસાભાઈ તંગ હાલતમાં આવ્યા ત્યારે પણ પરંપરાથી વાસણ તેને ઘેર રેહેતાં હતાં તેમ જ રાખવામાં આવતાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com