Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
૫૧૦. ખરું રળે જે ગાંઠ કરી. ૫
ખરું રળ્યો જે ગાંઠ કરી. ગાંઠે બચ્યું તે આપણું ખરું રો જે ખરચ્યું હાથથી. ખરું રો જે ન કર્યું પાપ.
ખરું રળે જેણે નિંદા કરી નહીં. ૫૧૧, મેટા બાપના દીકરા, ઘરમાં ન મળે ઠીકરાં. ૪
મોટા બાપના દીકરા, ઘરમાં ન મળે ઠીકરાં. મોટા ઘર તે ભૂતનાં દર. મોટાં ઘર તે વાસીદુ ન વળે, ને દીવા પુરા ન થાય.
ઓઢી ફરે દુશાલા, ઘરમાં હોય કસાલા. ૫૧૨. એક નાવનાં છડીઓ. ૮
એક નાવનાં છડી. ડૂબવું કે તરવું સાથે ને સાથે. સૌનું થશે તે વહુનું થશે. શોકનાં હારે ભાંગવાનાં (બલઈ). શેકનાં કંકણ સાથે ઊતારવાનાં. સૌ ગત તે વહુ ગત. ભેગાં મરવું તે વિવાહ સરખું. સેરઠેબેઠા એક જ વહાણ, તે બેઠાં બીછર કરે;
બિજક બીજું જાણ, સાચું સોરઠીઓ ભણે. ૪૪૪ To be in the same predicament. ૫૧૩. ડેરે ડેરે મીર. સબી ઠાકાર અથવા શેઠ. ૫ ડેરે ડેરે મીર. સબી ઠાકાર અથવા શેઠ. બધા પાલખીએ બેસે, ત્યારે ઊપાડનાર કોણ? હું રાણી, તું રાણું, કાણુ ભરે આ બેહેડે પાણી ? સૌ ઘોડે ચડે, ત્યારે આગળ દોડે કોણ?
All men cannot be masters. પ૧૪. બહુ હસવું તે રવાને. ૪ બહુ હસવું તે રેવાને. ઝાઝાં હેત તે વેરને માટે. ઝાઝી લાજે છીનાળું. બહુ હસવામાંથી ખસવું થાય. પ૧૫. બળતામાં ઘી હોમવું. ૬
બળતામાં ઘી હેમવું. વાયડો ને વળી વા દીધે. કજીએ ને માંહી વઘાર મુકો. ઝાઝે પુળે ઝાઝી ઝાળ. ચડાઉ ને વળી ચડાવ્યો. ઘા ઉપર લુણુ છાંટવું, ૧ દુઃખ, ૨ બીજી=જુદાઈ. ૩ બિજાબીજ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com