Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
૧૮૯
જીવ્યા ત્યાં સુધી (ભાર) વહ્યા. મરતાં સુધી નાથ' કહાડી નહીં. બાંધી ભેઠેર ગયા.
He died in harness. ૪૫૭. રાઈના પાડ રાતે ગયા. ૫ રાઈના પાડ રાતે ગયા. ડાઢીના ડહેડસે, ને ચેટીના ચાર. પાણીએ દીવો બળી ગયા. વર રહ્યો વાસી, પહેરામણી ગઈ નાસી. એ તો ખેલ ખેલાઈ ગયો. Every rogue is at length outrogued. ૪૫૮. દુઃખનું ઓસડ દહાડા, ૬ દુઃખનું ઓસડ દહાડા. દુઃખ પડે ત્યારે ધીરજ રાખવી. જેમ દિવસ વિતે તેમ દુઃખ વિસારે પડે, જીવ સ્વભાવે જ ભૂલકણે છે. ભૂલી જવાનું કહેવું પડતું નથી. દેહરો-દીન ગણેતાં માસ ગયા, વર્ષે આંતરી;
સુરત ભૂલી સાહેબા, નામે વીસરી. ૪૦૧ ૪૫૯ દુનીઆ આંધળી નથી. ૫ દુનીઆ આંધળી નથી. દુનીઆમાં કશું અજાણ્યું કે છાનું રહેતું નથી. દુનીઆ સાતમે પાતાળથી વાત લાવે. દુનીઆમાં થાળી પીટાવવી પડતી નથી. છાને ન રહે દાતાર ઝુઝાર, છાને ન રહે રાગ ગાનાર. ૪૬૦ દુનીઆ ઝુકતી હે, કાનેવાલા ચાહીએ. ૩ દુનીઆ ઝુકતી હે, ઝુકાનેવાલા ચાહીએ. દુનીઆ દિવાની છે, સમજાનેવાલા ચાહીએ. દુનીઆ દંભે ભેળવાય.
૧ જે બળદ ઘરડે અથવા નિરૂપયોગી થાય ત્યારે તેના નામાંથી નાથ કહાડીને આરામ આપે છે. તેમ માણસ પોતાનું વ્યાવહારિક કામકાજ મુકે ત્યારે નાથ કહાડી નાખી એમ કહેવાય. ૨ એટલે જીવતાં સુધી પતે ઉદ્યોગમાં કસેલી કમર શ્રી જ નહીં.
૩ રાઈના પાઠ (ભાવ) રાતે ગયા એક વાણીઆના ઘરમાં રાત્રે એક ચેર પેઠે. વાણીએ તેને જોયો. ચોરે જાણ્યું જે મને દીઠે નથી, તેથી લપાઈને એક ખૂણામાં ઉભે. વાણીએ પિતાની સ્ત્રીને જગાડી કહ્યું કે, રાઈ ભરી રાખી છે તે કહાડ, કારણ કાલે રાઈના ભાવ ચડી જાશે. બાઈડીએ રાઈ કહાડી ઢગલો કર્યો. બને જણ રાઈને ઢગલો મૂકી બીજા ખંડમાં ગયાં. ચેરે જાણ્યું પેટીપેટા તેડી કાંઇ માલ લેવાશે નહીં, પછી ચોરે રાઈને ગાંઠડે મણું બે મણ બાંધે ને ઉપાડી ચાલ્યા ગયે. બીજે દહાડે રાઈ વેચવાને તેજ વાણુઓની દુકાને તે જઈ ચહડ, રાઈને ભાવ તેણે પૂછયો ત્યારે વાણીએ કહ્યું, “રાઈના પાડતે રાતે ગયા.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com