Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
૧૮૧
જેને ખાઈએ કળીએ તેને વાળીએ ધોળીઓ. રેહેવું ત્યાં વેહેવું.
He is an ill guest, who never drinks to his host. ૪૨૮. ધાન્ય ખાવું ધણીનું ને ગીત ગાવાં વીરાનાં. ૨ ધાન્ય ખાવું ધણીનું ને ગીત ગાવાં વીરાનાં. રહેવું કૌરવમાં ને જય વાંચવી પાંડવની. ૪૨૯. સાપ એ મારું કે ઘરનાંને ખાય, ૯
સાપ એ મારું કે ઘરનાંને ખાય. પેટની મુક્કી વગર કામ થાય નહીં. જા બિલ્લી, કોકુ માર. પરણું પાસે સાપ ઝલાવો. જા બિલાડી, મોભા મોભ. પારકાં કામ શીળાં. આંગ વગર ડાંગ લાગે નહીં. પેટ વગર ઠેસ નહીં.
અંક વગર ડંખ નહીં. ૪૩૦. ચપટીમાં ઉડાવવું. ૫
ચપટીમાં ઉડાવવું. બેના બે ગણવવા. ઊઠાં ભણાવવાં. ઘીસલાને માર્ગે ચડાવવું. પાણીમાં બાચકા ભરાવવા. ૪૩૧. જેના દીઠા ને મુવા તેના માર્યા શું મરશે? ૮ જેના દીઠા ન મુવા તેને માય શું મરશે? જેમાં રામ નહીં તે કામ શું કરે? મહેડા ઉપરથી માંખ ઊડતી નથી. માંચીને માંકડ. તેમના દીદાર જ કહી આપે છે, કે કેવું કામ કરશે? શેકા પાપડ ભાગી શકે તેમ નથી. દાંતે દંહી ચાવે તેવા છે.
તરખલું તોડીને બે કરી શકે તેવા નથી. ૪૩૨. રેગ આવે ઘડાં વેગે ને જાય કીડી વેગે, ૨
રોગ આવે ઘોડા વેગે ને જાય કીડી વેગે. દુઃખ આવે ત્યારે સામટું ને જાય ત્યારે કડકે કડકે. Mischiefs come by pounds and go by ounces.
૧ ઘોળવું=ભલું કરવું. જોળીઓ વાળો સારું કરવું. પેળીઓ વાળો ખાટલો પાથર. ૨ વહેવું=વેતરું કરવું. ૩ પેટની ને બદલે છાતીની પણ વપરાય છે. ૪ અંક=આંકડે, વાંકો આંકડે. ૫ ઘીસલાને હળ, રાંપ વિગેરે ખેતીનાં સાંતી. ધીસલાને માર્ગે ચાલ હોય નહીં તેથી ગાડું ચાલે નહીં એવો (ખે) માર્ગ બતાવ. ખેટે માર્ગ બતાવી કરકરી કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com