Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૧૮૦
કહેવત સંગ્રહ
જીએગા નર તે ફીર બસ ઘર. હાડ સલામત તો માંસ ઘણુંએ આવશે. મુવા પછી કઈ મળનાર નથી. જીવતાને બધું આવી મળે. મુવા તે ગયા ચંદ્રમાથી ડાબા. નાક હશે તે વાળીએ ઘણી મળી રહેશે.
If you are sure of a substance, the form does not matter much.
Health is at the root of all happiness. ૪૨૫. જીભને વારજે, નીકર જીભ દાંત પડાવશે. ૮
જીભને વાજે, નીકર જીભ દાંત પડાવશે. જીભને દાંતની ભલામણ દેજે. જીભને દાંતની ભલામણ હાય નહીં. જીભ કરે છે આળપંપાળ, અને ખાસડાં ખાય શિર કપાળ, માથા મહેને વાજે, નીકર મહા માથું ભગાવશે. કોઈની જીભ ચાલે, તે કોઈને હાથ ચાલે.
જીભ જેમ વાળીએ તેમ વળે. જીભમાં કાંઈ હાડકું નથી. ૪ર૬. જે કેદરે કાળ ઊતર્યા તે કેદરે મીણ ચઢયા. ૮
જે કદરે કાળ ઊતર્યા તે કાદરે મીણે ચઢયા.' મળતર પતરાજની મા. ટીલાંટપકાં હાથના ચાળા, ધોતીપતી એ છતનાં લાલાં. બકરકદીએ બધી મળતરની. છતના ચાળા. છત છાની રહે નહીં. મળતર વગર ચણતર નહીં. દરિદ્રતા હોય તે મહાતીઆમાંથી જણાય. ૪ર૭. જેને ગાડે બેસીએ તેનાં ગીત ગાઈએ. ૧૦ જેને ગાડે બેસીએ તેનાં ગીત ગાઈએ. જેની ઘંટીએ દળવું તેનાં ગીત ગાવાં. શેઠ કહે પશમની ભાજી તે પણ કહીએ હાજી હાઇ. જેની હેલમાં બેઠાં તેનાં ગીત ગાવાં. જેનું ખાવું તેનું ગાવું. જેનું ચાટે તેનું દાટે. જીસકી નવાઈ(આણ)મેં રીજીએ ઊસકા કહ્યા કીજીએ. ઊંટ બિલ્લી લે ચલી તેની હાં હાંજી કીજીએ. ૧ બીજ ધાન મળ્યાં એટલે કોદરા ખાવાથી માણે ચઢયે અજીર્ણ થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com