Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
૩. અક્કલ કેઇના બાપની છે? ૮
અક્કલ કોઈના બાપની છે? અક્કલનો ઓથમીર, મંગાવી ભાજી ને લઈ આવ્યો કોથમીર. ૧ અક્કલ વેચાતી મળે તે કઈ ધનવાન મૂર્ખ રહે નહિ. માગી અક્કલ ને દીધી શિખામણ કામ આવે નહિ. અક્કલ વગર જાંબુ ખાવાં. અક્કલર્સ અલ્લા પીછાનીએ. દીધી મત ને માગી તેણે કેટલા દિવસ ચાલે. અકકલને બારદાન. It is folly to think of being wise alone. None by wealth can purchase intellect. ૪. બિલાડીને કહે છીંકું તુટતું નથી. રાંડરાંડના શાપ લાગતા નથી. ૭ બિલાડીને કહે છીંકે તુટતું નથી. રાંડરાંડના શાપ લાગતા નથી. કણીઆના નિસાસાથી વરસાદ અટકતું નથી. ચમારના શાપથી ઢેર મરતાં નથી. કાગને કહે ડબાં મરતાં નથી. સતી શાપ દે નહીં, અને શંખણુના શાપ લાગે નહીં. સતી શાપ દે નહિં, અને જે તે ફળ્યા વિના રહે નહિં.
Cattle do not die from crow's cursing. ૫. હાથે કરીને હોળી રમ્યા. પેટ ચેળી શુળ પેદા કર્યું. ૧૯
(જાણી જોઈને ભૂલ કરવા વિષે.) હાથે કરીને હોળી રમ્યાં. હાથનાં કર્યા હૈયે વાગ્યાં. પેટ ચોળી શૂળ પેદા કર્યું. ઢીંચણ મારીને આંખ ફેડવી. ૧ કેટલાકે, “મંગાવ્યાં મરચાં ને લઈ આવ્યું કેથમીર એમ પણ કહે છે.
૨ ભરવાડે છાશને તેણ કહે છે. મતલબ એ છે કે અલ પોતાની સ્વાભાવિક જોઈએ. માંગી આણેલી છાશ એકબે દિવસ ચાલે તેમ ભાડૂતી અન્ને લાંબે ન જવાય.
૩ બારદાન એટલે કોથળો કે પેટી કે ડબ્બો જેમાં માલ ભય હોય તે ઠલવી લે ને ઠાલા કોથળા, પેટી વગેરે જે રહે તેને માલનું બારદાન કહેવામાં આવે છે. અક્કલ ઠલવાઈ ગયેલું પાત્ર તે અકલનું બારદાન.
૪ એક બ્રાહણે બળદના શીંગડામાં માથું ઘાલ્યું! એક બ્રાહ્મણ નામે પપા જાની નિત્ય નદી કાંઠે જાય, ત્યાં નાહીને પછી નદીના કાંડા પર બેસી સંધ્યાવંદન કરી ગાયત્રીની માળા ફેરવે. તે વખતે સામા કિનારા ઉપર એક આખલે જ આવી નદીમાં પાણું પીને વાગોળવા બેસે. તેનાં ગિડાં બહુ સુંદર રીતે વળેલાં તેથી શંકરના નંદી જેવો તે રૂપાળા લાગે. મહારાજ આ કાંઠે માળા ફેરવે ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com