Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૮૬
કહેવત સંગ્રહ
૧૪૦. બહુ ડાહ્ય ત્રણ ઠેકાણે ખરડાય. ૧૫
દૂધમાંથી પિરા કહાડે તેવો ડાહ્યો. બહુ ડાહ્યો ત્રણ ઠેકાણે ખરડાય. દૂધમાંથી પિરા કહાડે તેવો ડાહ્યો. બહુ ડાહ્યો તે બહુ ખરડાય. ચતુર કાગડે વિઝા ઉપર બેસે. ડાહ્યા ભૂલે ત્યારે ભીંત ભૂલે. . ડહાપણુમાંથી હાથ કહાડ નથી. ડાહીબાને તેડાવો ને ખીરમાં મીઠું નંખા. અતિ ચતુરાઈ ચુલે પડી. અતિ ડહાપણે ઘેલછા. ડહેડ ડાહ્યો ગાં-નાં વેહ સુધી ડાહ્યો. ચતુરના ઘરમાં એઠી કડછી. ચતુરની ચોટલીએ ધૂળ.
લાખ મત લડબડી, હજાર મત હડબડી, મત સડબડી, પણ એકમત બાપડી, તે ઊભી વાટ તાપડી.
ડાહ્યો કાગડો બે પગે બંધાય. દેહ–અતિ ડાથે અળખામણો, અતિ ઘેલે ઉચાટ;
આનંદ કહે પરમાનંદા, ભલે ગડગડ ઘાટ. ૧૯૯ The most exquisite folly is made by wisdom too fine spun.
Too far east is west. : ૧૪૧. એડનું રોડ રામડી માટે સામડી. ૫.
એનું ચોડ. અલાને સાટે મુલ્લા પરણ્યા. હરખાને ઠેકાણે પરો. આલી સાટે માલી, રાજલી સાટે પંજલી. Lay the saddle on right horse. . Don't put the cart before the horse.
૧ એક વનમાં કાચ, સર્પ, નેળીઓ તથા શિયાળ રહેતાં હતાં. એક વેળા અચાનક તે વનમાં દવ લાગ્યો. ચારે જણ વિચાર કરવા લાગ્યાં કે, હવે કેમ કરવું? ત્યારે કાચબો કહે, દવમાંથી બચવાના લાખ રસ્તા હું જાણું છું; સર્પ કહે, હું હજાર જાણું છું; ને નળીઓ કહે, હું એ જાણું છું. શિયાળ કહે, હું તો એક જ જાણું છું કે દવ લાગે ત્યાંથી એકદમ નાસવું. દવ બળ બળતે નજીક આવ્યું ત્યારે કાચ પાણીમાં પડ્યો સર્ષ પાણીના ઝરાની એક નાની ભેખડ નીચે સંતા; નેળીઓ પિતાના નાના દરમાં પેઠે. ઝરામાં બળતા અંગારા પડવાથી પાણું ઉનું થયું ને કાચબો ને સર્પ બફાઈને મરી ગયા. નળીઓ દરને મેઢે આવતાં ઝાડનાં થડ પડવાથી માંહે સડબડ્યો, પણ શિયાળ તે પાછું વાળીને જોયા વગર નાઠે તે બચી ગયે. ૨ તાપડીઉભે રસ્તે નાઠે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com