Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
૧૧૫
છડીઆ પાછળ છોકરું. રા, ઘા, ને રીડીઓ બધું ભેગું. ૨૦૫. ભૂખી નેતરી ને કાખમાં ભાણું. ૭ . .
ભૂખી નેતરી ને કાખમાં ભાણું. આટા તોલ કે ઠીકરી જેલતી હે. મીની મીની દૂધ પીશો? તે કહે સસણી રહી છું. " મહારાજ જમશે, કહે શી વાર? તે કહે તારી વારે મારી વાર. શેખની શિરાવશો? તો કહે સાનક બગલમાં છે. ડોશી ડોશી નાતરે જશે ? તો કહે રેટીઓ ઊલાળીને જ બેઠી છું! જાહેર–એમાન, માગણ ને મહિપતિ,ચેથી ઘરની નાર;
એ આપ્યા વિણ ખસે નહીં, કહે લાવને લાવ. ૨૬૨ ૨૦૬. વાધરી સારૂ ફેંસ મારવી. ૪ વાધરી સારું ભેંસ મારવી. વડ ભાગી ઊટીપણું કરવું. - ખીલા માટે ભીંત પાડવી. આગ લગાડી તાપણું કરવી.
To bring nine pence to nothing. ૨૦૭. આટે વેચી ગાજર ખાવાં. ૬
આ વેચી ગાજર ખાવાં. ઝાંઝર વેચી શેઠાણી કહેવરાવવું. કંકણ વેચીને કાકી કહેવરાવવું. ટકે આપીને મેહેતા કહેવરાવવું.'
કાળીને વર હોંસલે, ને માથે પીછાં (છોગામાં) બેસેલે." ૨૦૮. ગઈ ગુજરી સંભારવી નહીં. ૫ ગઈ ગુજરી સંભારવી નહીં. ગઈ તિથિ જોષી પણ વાંચે નહીં. ગુજર ગઈ ગુજરાન, યા ઝુંપડી ક્યાં મેદાન? આજની ઘડી ને કાલને દહાડે. (સંભારવું જ નહીં.)
૧ ગાડામાં ભાડું એક છડીઆનું કર્યું હોય ને પાછળ છોકરું મસ્ત બેસે. ૨ ઘા કોઈને મારવું. ૩ રીડીઓ બૂમ. ૪ “ટકે લે ને મેહેતે કહે.” મેહતો એટલે સરકારી કે દરબારી અધિકારી.મેહેતે કહીને સાથે માણસ બેલા, તે જે ગામમાં જાય ત્યાં લકે માન આપે, અને ઊતારા, સીધાંની સારી રીતે બરદાશ થાય તેમાં પૈસાનું ખરચ લાગે નહીં, તેથી આગળના વખતમાં મહેતે કહેવરાવવા સારૂ સેહેજ ખરચ કરીને મે કહેવરાવતા તેથી આ કહેવત થઈ છે. ૫ વર એળખવા સારૂ. . . . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com