Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
સ્ત્રી ગઈ એટલે પુરૂષ ઘરભંગ. ઘરનું ઢાંકણુ નાર. સ્ત્રી વગરને પુરૂષ દડીઆમાં ગણાય. ઘરને પ્રધાન સ્ત્રી. સ્ત્રી ઘરની લક્ષ્મી છે.
No life without wife. ૩૭૯ દરિયામાં રહેવું ને મગરમચ્છથી વેર. ૩ દરિયામાં રહેવું ને મગરમચ્છથી વેર. ગામમાં રહેવું ને પટેલથી વેર. બત્રીશ દાંત વચ્ચે આભ ને દાંતથી વેર.
To live in Rome and fight with the pope. ૩૮૦. પૈસે વધતું જાય તેમ તેભ વધતું જાય. ૮
પસે વધતો જાય તેમ લોભ વધતું જાય, ઘણુવાળ ઘણુને ધાય. કુકડી માતી થાય તેમ પુંઠ સાંકડી થાય.૧ છતે પૈસે ભીખારી. કુંભાર સાજે હાંલ્લે રાંધે નહીં. ઘણાવાળાને ઘણી લાહ્ય, છતે ઘીએ લુખું ખાય. ઘેર ઘોડે ને પાળે જાય, ઘેર દુઝણું ને લખું ખાય. છતે પૈસે રાખે લાહ, એ કોણ મૂખેને રાય? Who is worse shod than a shoemaker's wife. ૩૮૧. કછુઆનું મૂળ હાંસી, રોગનું મૂળ ખાંસી. ૮ કછુઆનું મૂળ હાંસી, રોગનું મૂળ ખાંસી. હસવામાંથી ખસવું થાય. બહુ હસે તે બહુ રોવાને, મશ્કરીની ખસકરી. મશ્કરીના ઠઠ્ઠા થાય. ઠઠ્ઠાબાજી, તે દંડાબાજી. હસવું રમવું હદમાં હેય. હસતાં રમતાં દહાડે જાય, ને ખીજે તેનું નખેદ જાય. Bitter jest is the poison of friendship.
Slanders in jest often prove serious injuries. ૩૮૨. ઘણે બીહે તે ઘણે સપડાય. ૫ ઘણો બીહે તે ઘણે સપડાય. બીહીકણું બિલાડી. પિતાના ઓછાંયાથી પણ ડરે. બીહે તેને સૌ બીપીવરાવે. બીહે તેનાથી કાંઈ બને નહીં. ૧. નિકાસ કે ખરચને માર્ગ બંધ.
૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com