Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૧૫૮
કહેવતસંગ્રહ
લેહડી ઉપર ત્રચકે.' મણનાં તુટયાં શેરે સંધાય નહીં. લાખનાં તુટયાં સેએ સંધાય નહીં.
ચુંટીઆ ખણે વેર વળે નહીં. ખાલસના ઘાથી દુશ્મન ગાજે નહીં. ૩૪૪. એવા પિચા પહાણ નથી કે શીઆળ કરડી ખાય? ૧૫
એવા પોચા પહાણ નથી કે શીઆળ કરડી ખાય. ભાથીને ઘેર ભાલું. ધારાળાનું વેર છે. એ તો દાંત ખાટા થાય એવું કામ છે. હાથી આગળ પુળો છે. વાઘને કુલે મધ છે. જીવતી માંખ ગળાય નહીં. સર્પના દરમાં હાથ ઘાલવાનું છે. સિંહની બોડમાં પગ ઘાલવાનું છે. એ કાંઈ ભુવાને માલ નથી. એ તે કાળો નાગ છંછેડવાનું છે. એ કાંઈ રંગી પગી દીઠા, કે જેર કરે છે ? વાઘના મહોંમાંથી કળીઓ કાઢવો છે. દેહરા–જીણું વાટે કેશરી ચાલીયા, રજ ઊડી તરણ;
તે ખડ ઊભાં સુકે, પણ કેમ ચરે હરણું ? ૩૪૪ સતિ નાર, ભેરિંગ મણી, શરા શરણાગત;
કરપી ધન ને કેશરી મૂછ, મુવે જાય પર હથ, ૩૪૫ ૩૪૫. સજજન સબ જગ સરસ છે, જબ લગ પડ્યો ન કામ. ૯ સજજન સબ જગ સરસ છે, જબ લગ પડ્યો ન કામ. શેઠનું કામ પડયું ત્યારે શેઠ છાપરે ચડ્યા. કહેલીનું કામ પડયું, ત્યારે ડુંગર ઉપર ચડી. કામ પડ્યું ત્યારે બેલાવ્યો આડું જુવે. કામ પડે નહીં ત્યાં સુધી સૌ સારા. કામ પડે ત્યારે પુરૂષને પિોગર જણાય. તડ પડે ત્યારે રાંકા મોંઘાં. દેહ–સજજન સબ જગ સરસ હૈ, જબ લગ પડ્યો ન કામ;
હેમ હુતાશને પરખીએ, પીતલ નીકસે સામ. ૩૪૬
૧ ખુબ તપાવેલી લેહડી ઉપર પાણીને ત્રચકે એટલે આંગળી ઉપર પાણી ચડાવી છોટે નાખે તે શું જણાય? ૨ ખાલસચામડી જ ફક્ત ચીરાય તે.
૩ ધારાળા એટલે કાટીઆ વર્ણના રજપુત, સિપાઈ, કોળી વિગેરે. ૪ પગરપિત. ય તેની તકરારમાં તડ એટલે પક્ષ પડે ત્યારે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com