Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
૧૫૭
There is many a slip between the cup and the lip.
To swallow a whole ox and be choked with the tail. ૩૨૬. સૌ કસબ ચોર. ૬
સૌ કસબ ચોર. કસબ બધે બતાવે કેઈનહીં. કસબ બતાવી શું ભીખ માગવી છે? સૌ કસબ બતાવે, પણ ગુરૂ ભાગ બાકી રાખે. કામણું શિખવે, પણ વાલણ પિતાની પાસે રાખે. તાળું બતાવે, પણ કુંચી કરસનજીને હાથ. ૩૨૭. ધંધાખાર બહ ભંડે. ૫ ધંધાખાર બહુ ભંડે. કીસબખાર તે સાત પેઢીના વેર જેવો. ધંધાપારનું વેર પેઢીઓ સુધી ચાલે. વિદ્યનો વેરી વૈદ્ય. ધંધાપારમાં કેક ખુવાર મળ્યા છે.
Two of a trade seldom agree, ૩૨૮. કુંભાર કરતાં ગધેડાં ડાહ્ય. ૪ કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં. ગુરૂથી ચેલા આગળ. શેઠ કરતાં વાણેતર વધ્યા. ભણું ગણીને ઉતર્યા, ગુરૂજીના મહેમાં મુતર્યા. Fools rush in where angels fear to tread. ૩૨૯. ગામડે ભેંસ ને ઘેર ઝરડકા (વલેણુના). ૧૨. ગામડે ભેંસ ને ઘેર ઝરડકા. ઘોઘે ભેંસ ને ઘરમાં ધીંગાણું. ઘઉં ખેતમેં, બેટા પેટમેં, ને આંહી મનસુબા ચાલે. પેટમાં છોકરું, ને નામ પાડો હીરે. ભેંસ ભાગોળે ને છાસ છાગોળે.
૧ કીસબ=સુવર, કળા, વિદ્યા વગેરે છુટથી શિખવે નહીં તે.
૨ “કામ” એટલે મુઠ મારવાની મંત્રવિદ્યા તથા વશીકરણની મંત્રવિદ્યા. તે વિદ્યાથી મુઠ મારે અથવા વશીકરણ વિદ્યાથી કોઈને વશ કરવા મંત્ર નાંખે, તેથી માંદો પડે તે તે મંત્રથી થયેલી ઈજા અગર દરદ (મંદવાડ કે ઈજા મંત્રથી થઈ એ તે માનનારની બુદ્ધિ કે સમજણની વાત છે). મટાડવા સારૂ ને દરદ પાછું ખેંચી લેવાના કે આરામ કરવાના મંત્ર કે વિદ્યાને “વાળણ” કહે છે. ૩ એક ધંધાવાળાને પરસ્પર વેર.
૪. બે મલ કુસ્તી કરતા હતા તેમાં એક મત છે. તે પેચ કરીને જીત્યો, જેનાર લેકે જીતનાર મલ્લને શાબાશી આપતાં બોલ્યા કે, “રંગ હે ઉસ્તાદકું” ત્યારે મલ બે, “ઉસ્તાદ ગાંડુ ક્યા કરેગા, હમ તે અલકે ફેલાવસે ચલતે હૈ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com