Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૧૧૨
કહેવત સંગ્રહ
૧૮. બળતામાંથી નીકળ્યું તે લાભ. ૯
બળતામાંથી નીકળ્યું તે લાભ. ભાગતા ભૂતના વાળ પણ સારા, મૂઈ પાડી તે લાભમાં લેખું. જાતાં ધન દેખીએ, તો આધા લીજે બાંટ. ” દળતાં કાકયું તે લાભ. બળતામાંથી બુકયું તે લાભ આગ લગતે ઝુંપડે, જે નીકળ્યું તે લાભ. ભાગે ચેરી મેંઘી નહીં. મરતાં રહ્યું તે ઘરડું ને ખાતાં રહ્યું તે બીજ. . Something is better than nothing.
Better a bare foot than no foot at all. ૧૯. પાણું પહેલાં મોજાં ઉતારવાં. ૧૭ પાણી પહેલાં માં ઉતારવાં. પાઘડીને વળ છેડે, ઘઊં ખેતમેં, બચ્ચા પેટમેં ને વસંત પાંચમનાં લગ્ન લીધાં. આગળથી ફુલાઈ વળવું નહીં. પરણ્યા પહેલાં અઘરણું. મૂળમાં માટી નહીં ને સાસરે સંદેશે. મુઆ પહેલાં પિક. વિવાહ પહેલાં માંડે. દાઢી પહેલાં દીકરી. ભેંસ લાવ્યા પહેલાં ખુંટે ખોડ. દાન આપ્યા પહેલાં સ્વસ્તિ. જમ્યા કે મુઆ પહેલું સુતક. વડા પેહેલાં તેલ. દરદ પેહેલાં પીડા. પૂછવા પહેલાં જવાબ. ભેંસ ભાગોળે, ને ઘેર છાશ છાકમછોળ.
ગામમાં પેસવાના સાંસા, ને પટેલને ઘેર ઊનાં પા. ૨૦૦. કહું તે મા મારી જાય, ના કહું તે બાપ કુત્તા ખાય. ૧૪
(સુડી વચ્ચે સોપારી.) કહું તે મા મારી જાય, ના કહું તે બાપ કુત્તા ખાય. એક તરફ અર્ણવનાં નીર, એક તરફ ઝાડી ગંભીર, એક તરફ કુ ને બીજી તરફ અવાડે.. સુડી વચ્ચે સેપારી. મૃદંગને બન્ને બાજુ માર. . . એક તરફ કુ ને બીજી તરફ ધરો. બે ધારું ખર્શ. ગળે ગાંઠ ને મહેડે ડુચે. કાશીનું કરવત જાતાં વેહેરે, ને આવતાં વેહેરે, . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com