Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
વંધ્યા કહા જાનહી પ્રસુતનકી પીડ, વીતી હોય તે જાણે. જેના પેટ ઉપર સાપ પડ્યો તે ઊછાળે. ધરાયેલો તે ભુખ્યાની પીડા શું જાણે ? દુખે તેને વેણુ. પેટની પીડા માથે શું જાણે? વીઆણી વેદના જાણે, વગર વીઆણી ઠીક કરે. હાડીઓને મન રમત, દેડકાંનો જીવ જાય. બિલાડીને મન રમત, ઊંદરને જીવ જાય. બેઠેલે ઊભાનું દુઃખ શું જાણે? પેટમાં દુખે તે અજમે ફકે. જેનાં લાગ્યાં તે ભોગવે. પડેગી જબ બજેગી. માથે પડી વિશ્વદેવા. જેને ન દુખે પેટ કે પાસું, તેને આવે ખડખડ હસું. વાડા કેડે વારે, તેને શું ઉધારો. આપ વીતી સૌ જાણે, પર વીતી કાઈ ન જાણે. જણે તે જાણે.
જેને વીતી હોય તે નર જાણે, બીજા આણે અહંકાર;
ડહાપણનો દલપત કહે, કોઈ ગર્વ ન કરશો લગાર. દેશ-પીપલ પાન ખરંત, હસતી કુંપળી;
અમ વીતી તમ વીતશે, ધીરી બાપુડીઓ. ૮૬ માળી આયા બાગમેં, કલીઅન કરી પુકાર;
પાકી પાકી ચુન લઈ, અબ કલ હે તેરી વાર. ૮૭ The wearer knows best where the shoe pinches him. The full belly knows not the meaning of hunger, Mock none in his misfortunes. None knows the weight of another's burden. ૪૫. નવ નેજા પાણી ચડે, પત્થર ન ભીંજે કેર. ૮
(જડ બુદ્ધિ સમજે નહીં તે વિષે.) પત્થર ઉપર પાણી, ભીંજે પણ રીઝે નહીં. કાળમીંઢ પાછું જે, કાંઈ અસર થાય નહીં. સે મણ સાબુએ ધુઓ પણ સીદીભાઈ કાળાને કાળા. દાહરા-કહાં કહું કિર્તારમું, હીરદા ભયા કઠેર;
નવ નેજા પણ ચડે, પત્થર ન ભજે કર. ૮૮ ૧ પ્રસૂતિ વખતની વેદના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com