Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
ક૭
સંગત બીચારી શું કરે, જેનું હૃદય કઠેર; નવ ને જ પાણી ચડે, પત્થર ન ભીંજે કેર. મુખ મેરે માથે મણી, ઝેર તાર્યું નહીં નાગ; સંગત પણ સુધર્યો નહીં, વાકે બડે અભાગ. ભલા ભવો ન વીસરે, નગણું ન આવે ત્યંત; કાળી ઉન ને કમાણસા, ચડે ન દુજે રંગ. ૯૧
અખા ભગતને છપે તલક કરતાં ત્રેપન વહાં, જપમાળાનાં નાકાં ગયાં; તીર્થ ફરી ફરી થાક્યાં ચર્ણ, એ ન પહોંચ્યાં હરિને શરણ; કથા સાંભળી ફૂટયા કાન, તો એ ન આવ્યું બ્રહ્મજ્ઞાન. He who is born a fool is never cured. It is a bad cloth that will not take colour.
You will end him, but never mend him. ૪૬, ફાંસ કહાડતાં પેસે સાલ. એક કરતાં બીજું થાય. હું ફસ કહાડતાં પેસે સાલ. કડી લેતાં પાટણ ગયું. માળી છીંડે રાખે છૂટ, બકરું કહાડતાં પેસે ઊટ. હાથમેં દંડા બગલ મેઈ, હવેલી લેતાં ગુજરાત ઈ. આબુ લેતાં જાંબુ ગયું. લેને ગઈ પુત, બે આઈ ખસમ. લેવાનું દેવા થયું. લીધું ચડવા ને પડ્યું ઉપાડવા. ઢીંગલા સારૂ કુટવા ગઈ ત્યાં ઊંટ કઢામણ અધ બેઠે. To go for wool and come home shorn, King log to the king stork is no improvement.
All grasp, all lose. ૪૭. માગ્યા વગર મા પણ ન પીરસે બેલે તેનાં બેર વેચાય. ૪ માગ્યા વગર મા પણ, ન પીરસે. બેલે તેનાં બાર વેચાય. રાયા વગર છોકરાંને મા ધવરાવે નહીં. ગાજે તેનું વાજે, ૧ નેજા એટલે ભાલા જે લાંબે દાંડે, જેમાં નિશાન બેસવાને ખળું ભરાવેલ છે.
૨ મુખમાં ઝેર ઊતારવાને મેરે ને માથે મણિ છે તેથી મણિધર કહેવાય છે. નાગને એવી સારી સેબત છતાં ઝેર તજ નથી એ ભાવાર્થ છે.
૩ આબુનું રાજ લેતાં જાંબુ ગયું, જાંબુ લીબડી સ્ટેટમાં ગામ છે તે. પ્રથમ લીંબડી શહેરની રાજધાની હતું. જાંબુ ફળ છે, આબુ એટલે કરી લેતાં જંબુ ગયું, એ પણ આ કહેવતને ભાવાર્થ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com