Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
દેહ-બોલ તે અલ હે, જે કોઈ બેલે જાણ;
દે ત્રાજુ તેલ કર, તું મુખ બાહેર આણ, ૭૧ The word once escaped, cannot be recalled. A word spoken is an arrow let. Think to-day, speak tomorrow.
Think twice before you act once. ૩૯ જાયા તે જાવાના. ૨૬
(મરણ વિષે.) જાયા તે જાવાના. કાયા કાગે કુંભ. નામ તેને નાશ ઊગ્યા તે આથમવાના. કાળ સૌને શિર છે. કાયા માયા કુડી. કાળ કોઈથી છતાયો નથી. મરણ ને મોંધું કેાઈના હાથમાં નથી. મરણ સૌને માથે છે. કાળે સૌને ક્ષય. મોતને વાયદો નહીં. ટુટીની બુટ્ટી નહીં, મરણ કેઈને મૂકે નહીં. એક વાર મરવું મરવું ને મરવું એ ખરું છે. લોઢાની કેઠીમાં ઘાલે તે પણ મરણ મૂકે નહીં. મરતાં માટીને બાપ કહે તે પણ જીવે નહીં. મરતી બાયડીને મા કહે તે પણ ઉઠે નહીં. નવાણું એસડ, સમું ઓસડ નહીં. કાઠીમાં ઘાલ્યાં જીવે નહીં. શરીર ચાલે ત્યાં સુધી વહાણ, નહીં તે પથ્થર ને પહાણ. કાયા પાણુને પરપોટો ફૂટતાં વાર નહીં. દેહરા-જાયા તે જાવાના, રાજા છે કે રંક;
વૃદ્ધ બાલ જુવાન પણ, ઝડપે જમ નિશંક, કાળ ન છોડે કાઈને, ભલે હોય ભગવાન;
ભલે ભાલું બેંકીયું, કૃષ્ણ હતા બળવાન. સોરઠા-સગજ જાણ્યા શ્વાસ, શ્વાસ પણ સગો નહીં;
એને શો વિશ્વાસ, સાચું સોરઠીઓ ભણે. ચિતામણી નર દેહ, મુઆ પછી મસાણમાં;
તેની થાશે ખેહ, કઈ વિભૂતિ પણ ભુંસે નહીં. ૭૫ બેત–ખાખકા પુતલા બના, ખાખકી તસવીર હે;
ખાખ મીલ જાગે, ફીર ખાખ દામનગર હે. ૭૬ ૧ બુદ્દી-એટલે ઔષધ-જડીબુટ્ટી. ૨ કહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com