Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
વસુ વિના નર પશુ.
કંગાલનાં કાળજાં પેલાં. ચાક વગરનું ગાડું જેમ, ધન વિનાનું મનુષ્ય તેમ. પૈસા વગર ધેલે, ને સાબુ વગર મેલા. પૈસા વગર પદકુંડીઓ ન થાય.
૩૩
ટીપ પ્રમાણે ઊતારી વખારમાં રાખો, તે પછી પેાતાની મેળવેલી દોલતથી રૂપા અને સેાનાના નાણાની પેટીપટારા ભર્યાં, તેમ જ જવાહીરના દાગીના વગેરેની ત્રિજોરીએ ભરી રાજનગર તરફ રવાના કર્યાં.
આડતીએ તે શેઠની દેાલતની વિપુલતા વિષે તથા શેઠ આવનાર છે તેના ખબર વતનમાં તથા એળખાણવાળાને આપ્યા.
શેઠ અનર્ગળ દોલત કમાઇને આવે છે તેમ જ ઘણે વર્ષે આવે છે જાણી સગાંવહાલાં સ્નેહી વર્ગને હેતના હરડકા ઊછળ્યા અને સૌ અંદર સુધી સામા જવાની તૈયારી
કરવા લાગ્યા.
તેટલામાં શેઠ પેાતાની સાથે દોલતનાં વાહાણુ સાથે અંદરે લાંગર્યો એટલે પેહેલ વેહેલા કુળગાર આશીર્વાદ દેવા આવ્યા ને ખાલ્યા, “શેઠ રાજાધિરાજ, આશીર્વાદ છે.” એટલે શેડ ખેાલ્યા, “હીશું” કહીશું.” એમ સૌ મળવા આવ્યા તેમણે જીહાર વ્યવહાર કર્યાં, તે સર્વને કહે “હીશું,” કહીશું”ના જવાબ આપ્યા. આ જવાબથી સર્વના મનમાં આવ્યું કે શેઠનું ચીતળિયું ખસી ગયું છે.
પછી અંદરના આડતીઆને પ્રથમ મેકલેલી દેાલત તથા પાતે લાવેલા તેનાં અસંખ્યગાડાં ભર્યાં ને પાટણ તરફ ચાલ્યા, કેટલાક રસ્તામાં શેઠને મળ્યા તેમને પણ શેઠે કહ્યું કે, કહીશું.”
૧ પદ્મકુડી=મસ્તી.
પ્
પાટણ આવ્યા, ગાડાંમાંથી દોલત ઊતારી ઘેર લાવ્યા. ખાપાટ્ટાના પ્રતાપથી ઘર તા મેટાં હતાં જ તેમાં દાલતની પેટીએ ઉતારી, સેાનાની દીવીએમાં ધીના દીવા કરી શેઠ ગાદી નાખી ખેઠા. પછી સગાં, વહાલાં, મામસ્તી, આશ્રિત નાકરા આવતા ગયા, જીહાર વ્યવહાર કરતા ગયા તેમ શેઠ પેલી પેટીઓને હાથ જોડીને કહે છે, મહાલક્ષ્મી માતા આપણા મેહેતા તમને જીહાર કરે છે” એમ સૌના જીહાર ઝીલી મહાલક્ષ્મી માતાને નિવેદન કરતા ગયા ને સૌને રત્ન આપતા ગયા, પછી પૈસા ઠેકાણે કરી જરૂરી પૈસા બહાર રાખી ઝાડ કાયમ રહે તેવી ગાઠવણ કરી, ફળ ખાઇને પેાતાને નિર્વાહ આનંદમાં કરતા ગયા. આ દ્રવ્યહીન માણસ થાય છે તેનું આ દ્રષ્ટાંત છે.
અખા ભગત શ્રીનાથજી ગયા હતા, ત્યાં ગરીબ માણસને વેષ ધારણ કરીને ગયા હતા ત્યારે ગેાલીટાના માર ખાઈ ઊતારે આવ્યા હતા. ખીજે દિવસ ધનાઢચનાં વસ્ત્રઅલંકાર ધારણ કરીને ગયા, ત્યારે બધાં માણસને આધાં કરી દર્શન કરાવ્યાં તે વખતે અકેકા દાગીના કહાડીને દાગીનાને કહેતા ગયા કે, “અમુક દાગીના તું દર્શન કર.” આવી વાત લાકામાં ચાલે છે અને દ્રવ્યના માનના દાખલામાં આજ પણ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com