Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
૪૩
૧૯. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. ૫
(વાયદા ન કરતાં તરત કરવા વિષે.) આજનું કામ કાલ ઉપર રાખવું નહીં. કાણે દીઠી કાલ? કામ કર્યા તેણે કામણ કર્યો. કર્યું તે કામ, વિંધ્યું તે મેતી. દાહરે-કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ;
પરસુ પ્રલે હયગી, ફીર કરેગા કબ. Procrastination is the thief of time. Delay is dangerous. ૨૦, મુફતકા ચંદન ઘસબે લાલીઆ. ૧૦
(મુફતને માલ ખાવા વિષે.) મુતકા ચંદન ઘસબે લાલીઆ. મુફતકે લડુ ખાઓ મેરે લાલ. મુફતકા માલ લુટે મેરે લાલ. મુક્તકે મુળે કેલે જેસી મજા. મફતનાં મરી તીખાં ન લાગે. મફત મળ્યું તે બહુ મજા. ધર્મરાજાને ગેળ જેમ લુંટાય તેમ લુંટ. મફતની મજા મીઠી લાગે. મુફતે માલ, દિલ બેરહેમ. દેહરા–રહે અમારા નગરમાં, હુકમ બિના મત જાઓ;
કરે હમારી ચાકરી, ભીખ માંગ કે ખાઓ. ૪૪. To cry yule at other men's costs. To be merry at the expense of others.
The wholesome meat is at another's cost. ૨૧. ભાવતું હતું ને વૈધે કહ્યું. ૭
- (મન ભાવતું મળે તે સંબંધી.) ભાવતું હતું ને વૈધે કહ્યું. રાતી હતી ને પીએરી મળ્યાં. બળદ ગળીઓ ને બુચકાર્યો, તે બેસી ગયે. ગાડું દેખી લાગે થાક, ઘોડા દેખી થાકે પાગ. દેવું હતું ને ઢાળ આવ્યો. ગાડું દેખી ગુડા ભાંગ્યા. સેરઠે–જેની જેતા'તા વાટ, તે શેરડીએ સામાં મળ્યા;
ઉઘડ્યાં હૈયાનાં કપાટ, કુંચી કેરું કામ નહીં. What a man desires, he easily believes. ૧ શેરીમાંમાર્ગમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com