Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
ગધેડા સાથે જોડું બાંધે તે, ભુંકતાં ન શિખે પણ આળોટતાં શિખે.
દેખે તેવું શીખે, ઊડે ન તોય ઠેકવા શીખે વસી વિહંગમાં. ખુબસુરત છે, ને ઘડે પણ ખુબ નચાવતા હતા. મેં બારીમાંથી ચુપકીથી જોયા પણ તેમની નજર નહતી.”
આ વાતચીતને પ્રસંગ બન્યા પછી હજામ બાદશાહની હજામત કરવા ગયો ત્યારે બાદશાહને વાતમાં કહ્યું કે, “એક શાહુકાર અમુક દુકાનમાં રહેવા આવેલ છે તેની એારત બહુ ખુબસુરત અને પારિજાદી છે. હું બે મહિનાથી નખ ઉતારવા જાઉં છું, પણ કઈ દિવસ બેલતી નહીં. આજ બેલી,’ એમ કહી બાઈનું કહેવું સંભળાવી છેવટે કહ્યું કે, “આપની ખુબસુરતી ઉપર ફીદા છે.” દુકાનની નિશાની બાદશાહે પુછી લીધી, ને હજામને કહ્યું કે, “હું કાલે ત્યાંથી સવારી સાથે નીકળીશ.” હજામ કહે, “હું શેઠાણીને ખબર આપીશ.”
હજામ તે શેઠાણુના નખ લેવા ગયો ત્યારે બીજું કાંઈ નહીં બોલતાં એટલું બે કે, “આજ બાદશાહની સવારી નીકળનાર છે.” શેઠાણું એ વાત જાણુ ખુશી થયાને તથા પિતાને બાદશાહનું કહેવું જોવા ઊમેદ હોય એવું હજામને દર્શાવ્યું.
આ બાઈએ પોતાને પોષાક ચિત્તાકર્ષક બનાવવા તજવીજ કરી અને સવારી નીકળવાની રાહ જોતી બેઠી. બાદશાહની સવારી નીકળી. બાદશાહ હજામની સૂચના પ્રમાણે ઉંચું જતા હતા ત્યાં શેઠાણીએ માથાના વાળ મોર કળાની માફક કરી, પિતાનું અર્ધ શરીર દેખાય તેવી રીતે બારીમાંથી કહાડીને પાછી પેસી ગઈ, પણ બાદશાહે જોઈ લીધું.
બાઇનું મને હર રૂપ જોઈ બાદશાહનું મન ભરાઈ ગયું. હજામ હજામત કરવા ગયો ત્યારે બાદશાહે હજામને કહ્યું, “હવે એ બાઇની ઇચ્છા મને મળવાની છે, તે મારી પણ ઈચ્છા તીવ્ર થઈ છે, માટે પુછી જો કે શી રીતે મળવું?”
ઘાંય વાયડી જાત, ને બાદશાહે વાત કરી એટલે નખ લેવાને બહાને શેઠને ઘેર ગયે, બાઈને મળ્યો અને બાદશાહની ઈચ્છા જણાવી. બાઇએ તે વાતને રસીલી ગણી જવાબ આપ્યો કે, “અમે શાહુકાર વાણુઓ ને જઈન, પણ બાદશાહ ગરજીને વેષ લઈને અહીં આવે તો મારે પણ મળવાની ઇચ્છા તેવી જ જોરદાર છે. માટે કાલે બપોરે આવવું હોય તે ગેરછ થઈને આવે. કઈ જાણશે નહીં ને શેઠને પણ વહેમ આવશે નહીં.”
આવી રીતે વાત મળવાથી હજામ તો હરખપદુડે થયે, દરબારમાં ગયે, અને બાદશાહને વાત કરી. બાદશાહ તે તલપાપડ થયા હતા અને દહાડી મુળ ઉતરાવવા ઘાંય તે હાજર હતા જ. બજારમાંથી મલમલના કેરા તાકા મંગાવી ગેરછના જેવી ગાતરી વાળી. એક મલમલ ગેરછની માફક એહેડી, હાથમાં રણું, પાતરૂં ઝોળીમાં મુકી હજામની પાછળ એક છુપે દરવાજેથી નીકળી, શાહ રાહ પડ્યો મૂકી પેટા ગલીને રસ્તે ચાલી શેઠની દુકાન૫ર ચડ્યા. આગળ હજામને પાછળ ગેરછ કટકટ ત્રિજે માળ ગયા. બાઈ શંગાર સજી ફક્કડ થઈ બેઠી હતી તે ગરજીને આવતા જોઈ ઉભી થઈ પગે લાગી, એક બાજઠ નાંખી આપી તે ઉપર આસનીઉં નાખી ગેરઇને બેસાડ્યા, હજામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com