Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
भावशुद्धिरपि मार्गाऽननुसारिणी न न्याय्या ।।६/२६।। (पृ.४३४) મોક્ષમાર્ગને ન અનુસરનારી એવી ભાવશુદ્ધિ પણ આગમમાન્ય નથી.
मार्गः = विशिष्टगुणस्थानाऽवाप्तिप्रवण: स्वरसवाही
નીવપરિણામ સાદ/રદ્દા (પૃ.૪૩૪) મોક્ષમાર્ગનો અર્થ છે વિશિષ્ટ પ્રકારના ઉપલા ગુણસ્થાનકની પ્રાપ્તિ
કરાવવામાં નિપુણ અને સ્વરસવાહી એવો નિર્મળ આત્મપરિણામ.
गुणवत्पारतन्त्र्यं स्वाऽऽग्रहहेतुमोहाऽपकर्षनिबन्धनम् ।।६/२७ ।। (पृ.४३७) ગુણવાન જ્ઞાની ગુરુનું પાતંત્ર્ય પોતાના કદાગ્રહના
કારણભૂત એવા મોહને ઘટાડવાનું કારણ છે.
गुणवबहुमानाद्यः कुर्यात्प्रवचनोन्नतिम् । अन्येषां दर्शनोत्पत्तेस्तस्य स्यादुन्नतिः परा ।।६/२९ ।। (पृ.४३९) ગુણવાન પ્રત્યેના બહુમાનથી જે જિનશાસનની પ્રભાવના કરે એનાથી બીજા જીવોને સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાના કારણે તે જીવની ઉત્કૃષ્ટ આત્મોન્નતિ થાય છે.
यस्तु शासनमालिन्येऽनाभोगेनाऽपि वर्तते । बध्नाति स तु मिथ्यात्वं महाऽनर्थनिबन्धनम् ।।६/३०।। (पृ.४४१) શાસનહીલનામાં જે અજાણતા પણ પ્રવૃત્ત થાય છે તે મહા અનર્થના કારણભૂત એવા મિથ્યાત્વને બાંધે છે.
गुणवत्पारतन्त्र्यतः गुणानां सामग्र्यम् ।।६/३१।। (पृ.४४३) ગુણવાનના પારતન્યથી જ આત્મજ્ઞાન વગેરે ગુણો પૂર્ણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org