Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• દુ:+ર્મવેરાયચીડવર્તધ્યાનતા •
४२७ अनिच्छा ह्यत्र संसारे स्वेच्छालाभादनुत्कटा । नैर्गुण्यदृष्टिजं द्वेषं विना चित्ताङ्गखेदकृत् ।।२२।।
अनिच्छेति । अत्र हि = वैराग्ये सति (स्वेच्छाऽलाभात्) संसारे = विषयसुखे अनिच्छा = इच्छाऽभावलक्षणाऽऽत्मपरिणतिः नैर्गुण्यदृष्टिजं = संसारस्य 'बलवदनिष्टसाधनत्वप्रतिसन्धान द्वेषं विनाऽनुत्कटा । अत एव (चित्ताङ्गखेदकृत) चित्ताङ्गयोः खेदकृत् = मानस-शारीरदुःखोत्पादिका । इच्छाविच्छेदो हि द्विधा स्याद्- अलभ्यविषयत्वज्ञानाद्, द्वेषाच्च । आद्य इष्टाऽप्राप्तिज्ञानाद् दुःखजनकः, अन्त्यश्च न तथेति ।।२२।।
दुःखग: वैराग्यमेव निरूपयति- 'अनिच्छे'ति । अत्र हि = दुःखान्विते आर्तध्यानाख्ये वैराग्ये सति स्वेच्छाऽलाभात् = स्वाभिलषिताऽप्राप्तेः विषयसुखे अनिच्छा संसारस्य बलवदनिष्टसाधनत्वप्रतिसन्धानजं = 'विषयसुखं विषादपि परं विषमनन्तमरणकारणमिति तत्त्वज्ञानजन्यं द्वषं विना अनुत्कटा = शिथिला । अत एव = अनुत्कटाया विषयसुखानिच्छाया नैर्गुण्यदृष्टिजन्यद्वेषविरहकालीन-स्वेच्छापरिपूर्तिविरहप्रयुक्तत्वादेव, मानस-शारीरदुःखोत्पादिका । तदुक्तं अष्टकप्रकरणे → उद्वेगकृद्विषादाऽऽढ्यमात्मઘાતવિકારમ્ | કાર્તધ્યાન તો મુર્ઘ વૈરા નોતો મત || ૯ (..૧૦/૩) તિ | अत्र सोपयोगित्वादाद्यवैराग्यहेतु-स्वरूप-फलदर्शिका अध्यात्मसारकारिका दर्श्यन्ते । तथाहि → तद्वैराग्यं स्मृतं दुःख-मोहज्ञानान्वयात्रिधा । तत्राऽऽद्यं विषयाऽप्राप्तेः, संसारोद्वेगलक्षणम् ।। જો સાચો વૈરાગ્ય હોય તો દુર્ગતિ-દોષ-દુર્ભાવ વગેરેથી બચવા માટે ઝળહળતી શ્રદ્ધાથી પોતાની શક્તિનું ઉલ્લંઘન કરીને પણ સાધનામાર્ગે આગળ ઝંપલાવે. પરંતુ કદાગ્રહી બનીને પોતાની શક્તિને ઉલ્લંઘે તો તાત્ત્વિક વૈરાગ્ય ન કહેવાય. શિવભૂતિ કદાગ્રહી બનીને શક્તિનું અતિક્રમણ કરીને જિનકલ્પની તુલના કરવા ગયા તો ફેંકાઈ ગયા. ૩૫૦ ગાથાના સ્તવનમાં જણાવેલ છે કે “ઉચિત ક્રિયા નિજ શક્તિ છાંડી, જે અતિવેગે ચઢતો. તે ભવસ્થિતિ પરિપાક થયા વિણ જગમાં દીસે પડતો રે.'(૬/ર૧)
જ દુઃખગર્ભિત વૈરાગ્ય ખેદકારક છ. ગાથાર્થ :- આ વૈરાગ્યમાં પોતાની ઈચ્છામુજબ લાભ ન થવાથી સંસારની અનિચ્છા મંદ હોય છે. સંસારમાં નિર્ગુણતાના ભાનથી ઉત્પન્ન થનાર દ્વેષ ન હોવાના લીધે સંસારની મંદ અનિચ્છા ચિત્ત અને કાયાને ખેદ કરનારી હોય છે. (૬/૨૨)
ટીકાર્થ :- દુઃખગર્ભિત વૈરાગ્ય હોય ત્યારે પોતાની ઈચ્છાનુસાર લાભ ન થવાના કારણે સાંસારિક વિષયસુખ વિશે જે અનિચ્છા-ત્યાગપરિણતિ પ્રગટે છે તે મંદ હોય છે. કારણ કે દુ:ખગર્ભિત વૈરાગ્યવાળાને વિષયસુખ પ્રત્યે બળવાન અનિષ્ટપણાની, અનિષ્ટસાધનતાની બુદ્ધિ નથી હોતી. તેથી જ તેને ભોગસુખ ઉપર દ્વેષ બુદ્ધિ નથી હોતી. માટે દુઃખગર્ભિત વૈરાગ્યવાળાને ભોગસુખ ત્યાગની જે આત્મપરિણતિ હોય છે તે મંદ હોય છે. આથી જ ભોગની નિસ્પૃહતા પણ તેને શારીરિક અને માનસિક કષ્ટને ઉત્પન્ન કરનારી બને છે. અહીં આશય એ છે કે ભોગસુખ પ્રત્યે નિસ્પૃહતા બે રીતે જાગે. (૧) ભોગસુખ મને મળી નહિ શકે એવા બોધથી અને (૨) વૈષબુદ્ધિથી. પ્રથમ પ્રકારે પ્રગટ થયેલી ભોગસુખની અનિચ્છા દુઃખજનક છે. કારણ કે તેને ભોગસુખ ગમે છે પણ તે મળી નહિ શકે એવું તેને ભાન રહેલ છે. જ્યારે બીજા પ્રકારે પ્રગટ થયેલી ભોગસુખના ત્યાગની પરિણતિ દુઃખજનક નથી. (૬/૨૨) ૬. દસ્તાવશેં ‘વતઃ..' શુદ્ધ: 8: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org