Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
५८२ • મનોયોધતામ•
द्वात्रिंशिका-८/१६ तथा च नेयं हिंसा केनचित्कृता स्यादिति सुस्थितमेव सकलं जगत्स्यात् ।।१६।। वक्तुं शक्यते, सामग्रीद्वयप्रयोज्यत्वात् । तथा च = नीलेतरघटध्वंसत्वावच्छिन्नसामग्र्या इव स्मृत्यजनकज्ञानजनकात्ममनःसंयोगनाशत्वाऽवच्छिन्नसामग्र्या अप्रसिद्धत्वप्रकारेण हि नेयं हिंसा केनचित्कृता स्यात् ।
एतेन ब्राह्मणशरीरहत्यैव ब्रह्महत्येति प्रत्युक्तम्, मृतब्राह्मणशरीरदाहेऽपि तत्प्रसङ्गात् । न च मरणोद्देश्यकत्वाऽभावादेवाऽयमदोष इति वक्तव्यम्, तदुद्देशेनापि मृतब्राह्मणदेहदाहे तदापत्तेः । ब्राह्मणात्मनस्तु नाश एव नेति ब्राह्मणं नतोऽपि न सा हिंसा स्यात् । न च स्मृत्यजनकब्राह्मणशरीराऽवच्छिन्नज्ञानजनकमनःसंयोगनाशाऽनुकूलव्यापार एव ब्रह्महत्येति वाच्यम्, चञ्चलस्य तादृशमनःसंयोगस्य स्वत एव नश्वरत्वात्, साक्षाद्घातानुपपत्तेश्च । न च ब्राह्मणशरीराऽवच्छिन्नदुःखविशेषाऽनुकूलव्यापारस्यैव हिंसात्वमिति वक्तव्यम्, मूर्छितब्राह्मणदेहदाहे तदनापत्तेः, निद्रायामिव मूर्छायामपि दुःखाऽनुत्पत्तेः, नैयायिकसम्मतमनोयोगविशेषविरहात् । वस्तुतस्तु शरीराच्छरीरिणः सर्वथा भेदे तच्छेदादिना शरीरिणो दुःखमपि મવિતું નાર્દતીર્તીધરું (સ્થા.ત.રૂ/.રૂ૨) દ્વિહિન્યતાયામ્ I૮/૧દ્દા કરી ન શકે. એકાંત નિત્ય આત્મવાદમાં કોઈના દ્વારા આત્માની હિંસા સંગત થઈ જ નહીં શકે. તેથી આખું જગત મોત, ખૂન વગેરેના ભયથી મુક્ત બનીને સ્વસ્થ બની જશે. (૮/૧૬)
વિશેષાર્થ :- અહીં નવ્ય તૈયાયિકો આત્માને એકાંત નિત્ય માનવા છતાં હિંસા, મૃત્યુ વગેરેની સંગતિ કરવા માટે એમ કહે છે કે કે અમુક પ્રકારના આત્મમનઃસંયોગનો નાશ થવો એ જ આત્માનું મરણ છે. જો આત્મમનોયોગના નાશને મરણ કહેવામાં આવે તો જાગૃતિની પ્રથમ ક્ષણે સુષુમિકાલીન મનોયોગનો નાશ થયેલ હોવાથી મરણનો વ્યવહાર થવાની આપત્તિ આવે. તથા જ્ઞાનજનક મનોયોગનો નાશ મરણ મનાય તો ઉપરોક્ત દોષ રવાના થવા છતાં સુષુપ્તિક્ષણે મોતનો વ્યવહાર થવાની સમસ્યા સર્જાય. કારણ કે તે ક્ષણે જ્ઞાનજનક જાગૃતિકાલીન મનોયોગનો નાશ થાય જ છે. તેના નિવારણ માટે સ્મૃતિઅજનક અને જ્ઞાનજનક મનોયોગના નાશને મરણરૂપે સ્વીકારવો જરૂરી બને છે. સુષુમિપૂર્વક્ષણે જે જ્ઞાનકારણભૂત મનોયોગ છે તે સ્મૃતિજનક હોવાથી તેનો નાશ થતાં નિદ્રાની પ્રથમ ક્ષણે મોતના વ્યવહારની સમસ્યા ઊભી નહિ થાય. મોતની પૂર્વ ક્ષણે જે આત્મમનઃસંયોગ હોય છે તે જ્ઞાનજનક હોવાની સાથે સ્મૃતિઅજનક પણ છે જ. કારણ કે તે કાલાંતરે સ્મૃતિને ઉત્પન્ન કરી શકતો નથી. આમ આત્મા અમર હોવા છતાં આત્મામાં રહેનાર ઉપરોક્ત મનોયોગનો નાશ થવાથી આત્માનું મરણ-ખૂનહિંસા વગેરે વ્યવહાર થાય છે. -
પરંતુ ગ્રંથકારશ્રી જણાવે છે કે નૈયાયિકની ઉપરની વાત બરાબર નથી. આનું કારણ એ છે કે મરણ તરીકે અભિપ્રેત કાર્યરૂપ ધ્વંસમાં રહેનાર સ્મૃતિઅજનક-જ્ઞાનજનક આત્મમનોયોગનાશત્વ નામનો ગુણધર્મ અર્થસમાજસિદ્ધ હોવાથી કોઈ વિવક્ષિત ચોક્કસ સામગ્રીનો કાર્યતાઅવચ્છેદક ધર્મ બની શકતો નથી. અર્થ = કાર્યજનક સામગ્રી, સમાજ = સમૂહ, સિદ્ધ = પ્રયુક્ત, અર્થસમાજસિદ્ધ = સામગ્રીસમૂહપ્રયુક્ત = અનેકવિધ સામગ્રીથી પ્રયુક્ત હોવાથી તથાવિધ નાશત્વ કાર્યતાઅવચ્છેદક ધર્મ બની શકતો નથી. કહેવાનો આશય એ છે કે ઘટની સામગ્રીથી ઘટ ઉત્પન્ન થાય છે અને નીલરૂપની સામગ્રીથી નીલરૂપ ઉત્પન્ન થાય છે. તેથી તે બન્ને સામગ્રીના ક્રમસર કાર્યતાઅવચ્છેદક ધર્મ બને છે ઘટત્વ અને નીલત્વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org