Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• क्रियानिरपेक्षशुद्धपरिणामपक्षस्यानुपादेयता • द्वात्रिंशिका-७/३१ तद् = तस्मात् सदाचारः = परिशुद्धबाह्ययतना भावश्च = शुद्धपरिणामः ताभ्यामभ्यन्तरवर्त्मना(= सदाचार-भावाभ्यन्तरवर्त्मना च) गन्तव्यं मुमुक्षुणा, तथैव दयाविशेषसिद्धेरिति हितोपदेशः ।।३१।। बालः ।। - (पु.सि.५०) इति । ततश्चाऽसदायतनपरित्यागेन सदायतनोपासना कर्तव्या तत्त्वदृष्ट्येति फलितम् । आश्रयाऽऽश्रयिणोरभेदोपचारादाऽऽयतनाऽनायतनस्वरूपं तु भद्रबाहुस्वामिना ओघनिर्युक्तौ → जत्थ साहम्मिया बहवे सीलमंता बहुस्सुया । चरित्तायारसंपन्ना आययणं तं वियाणाहि ।। जत्थ साहम्मिया बहवे भिन्नचित्ता अणारिया । लिंगवेसपडिच्छन्ना अणायतणं तं वियाणाहि ।। (ओ.नि.७८३-७८१) इत्येवमावेदितम् । एवमेवाऽऽयतनस्वरूपं कुन्दकुन्दस्वामिना बोधप्राभृते → मण-वयण-काय-दव्वा आयत्ता जस्स इंदिया विसया । आयदणं जिणमग्गे णिद्दिटुं संजयं रूपं ।। मय-राय-दोस-मोहो कोहो लोहो य जस्स आयत्ता । पंचमहव्ययधारा आयदणं महरिसी भणियं ।।
6 (बो प्रा.५-६) इत्येवमावेदितम् । अतो विशुद्ध-विशुद्धतरादिनिश्चयदृष्टिपरिणमनोद्देशतः सदायतनोपासनां विना न तात्त्विकविशुद्धापवर्गमार्गलाभसम्भवो न वा लब्धगुणक्षेमः ।
एतेन → संपन्नगुणो वि जओ सुसाहुसंसग्गवज्जिओ पायं । पावइ गुणपरिहाणिं दद्दरजीवो વે મારો || ૯ (જ્ઞા.ઘ. 9 193 I૪૬) ઊંતિ જ્ઞાતાધર્મકથાસૂત્રોરપિ વ્યાધ્યાતા TI૭/397/
તેથી અત્યન્ત શુદ્ધ શાસ્ત્રોક્ત બાહ્ય યતના સ્વરૂપ સદાચાર-ધર્માચાર અને શુદ્ધપરિણામ – આ બન્ને દ્વારા આંતરિક મોક્ષમાર્ગે આગેકૂચ કરવી જોઈએ. કારણ કે આ રીતે આગળ વધતાં વધતાં જ વિશિષ્ટ પ્રકારની દયા પ્રગટ થાય છે. આ પ્રમાણે મુનિઓ અને મુમુક્ષુઓને ગ્રન્થકારની હિતશિક્ષા છે. (૩૧)
હ નિશ્ચય આભાસથી સાવધાન ! જ વિશેષાર્થ :- તપ, ત્યાગ, વૈરાગ્ય, સ્વાધ્યાય, ઉપશમભાવ, વૈયાવચ્ચ, કાયોત્સર્ગ આદિ આલંબન સાધન દઢ થયા પહેલાં જ તેને છોડીને “આત્મા સર્વદા શુદ્ધ છે' આવા નિશ્ચયનયને એકાંત દષ્ટિએ વળગવામાં આવે તો વિભાવ પરિણામો છૂટવાના બદલે વધુ જોરથી જીવને વળગે છે. તથા સત્ સાધનને છોડી પ્રમાદ, વિષય-કષાયની પ્રવૃત્તિમાં ગળાડૂબ રહેવામાં આવે તો તેવા નિશ્ચયપ્રેમી જીવોએ અપનાવેલ નિશ્ચયનયમાં હેતુશુદ્ધિ રહેતી નથી. તેમ જ હિંસા-જૂઠ વગેરેના પરિણામથી પરિણત થવાના લીધે તેમણે
સ્વીકારેલા નિશ્ચય નયમાં સ્વરૂપશુદ્ધિ પણ રહેતી નથી. તેમ જ ખાન-પાન, માન-સન્માન-વિષય-કષાય વગેરેમાં ગલગલીયાં થતા હોય, વિભાવ દશાનું જ આકર્ષણ તેમના હૈયામાં છવાયેલ હોય, મન મહત્ત્વાકાંક્ષામાં ગરકાવ થયેલ હોય તો તેવા વિભાવદશાપ્રેમી જીવોએ અપનાવેલા નિશ્ચયનયમાં અનુબંધશુદ્ધિ પણ ગેરહાજર જ સમજવી.
હેતુ-સ્વરૂપ-અનુબંધથી જેમાં શુદ્ધિ હોય તેવા તાત્ત્વિક નિશ્ચય નયને પ્રમાદી જીવો ખરા અર્થમાં સમજી જ નથી શકયા તો તેને અપનાવવાની - આત્મસાત કરવાની વાત તો બહુ દૂર રહી જાય છે. તેથી તેવા નિશ્ચયાભાસી જીવો વાસ્તવમાં નિશ્ચય-વ્યવહાર ઉભયથી ભ્રષ્ટ થાય છે. તેથી સાધકેમુમુક્ષુએ-સંયમીએ ખરા અર્થમાં આંતરિક મોક્ષમાર્ગને પામવો હોય તો તેણે પોતાની ભૂમિકાને ઉચિત એવા તપ-ત્યાગ-સ્વાધ્યાય-વૈયાવચ્ચ વગેરે આલંબનસાધનને નિશ્ચયપરિણતિપૂર્વક દઢ રીતે આત્મસાત કરીને પરમ ઉદાસીનભાવમાં – અસંગસાક્ષીભાવમાં – જ્ઞાતાદષ્ટાભાવમાં ઠરી જવું એ જ કલ્યાણકારી માર્ગ છે. આ બાબતમાં વિસ્તૃત જાણકારી મેળવવા “સંવેદનની સરગમ' પુસ્તકનું મનન કરવું. (૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org