Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
५४०
• મગજની ફળદ્રુપતા •
છે ૭. નાયલતાની અનુપ્રેક્ષા છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. સ્વતંત્રસાધન કોને કહેવાય ને પ્રસંગસાધન કોને કહેવાય ? ૨. લોકમાં અને શાસ્ત્રમાં પેય-અપેયની વ્યવસ્થા સમજાવો. ૩. “ન માંસભક્ષણે દોષ' સંબંધી પૂર્વપક્ષીય મંતવ્ય સમજાવો. ૪. મૈથુનની દુષ્ટતા સમજાવો. ક્યા કારણે લગ્ન કરવા પડે છે ? ૫. મંડલતંત્રવાદીનો મત કહીને તેનું ગ્રંથકારશ્રી કઈ રીતે નિરાકરણ કરે છે ? તે સમજાવો. ૬. તપશ્ચર્યા અંગે બૌદ્ધોનો શું મત છે ? તે સમજાવો. ૭. તપ અંગે બૌદ્ધ મતનું નિરાકરણ કઈ રીતે ગ્રંથકારશ્રી કરે છે ? તે સમજાવો. ૮. જ્ઞાનરહિત દયા શા માટે સફળ નથી ? (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. ધર્મ કઈ રીતે વ્યવસ્થિત રહે છે ? ૨. “બૌદ્ધમતે પણ માંસ અભક્ષ્ય છે...” તેના પૂરાવા આપો. ૩. મૈથુનસેવનમાં કેટલા જીવોની હિંસા થાય છે ? ૪. તપધર્મ ક્યા કર્મનાં ક્ષયોપશમરૂપ છે ? ને ક્યાં કર્મના ઉદયથી થયેલ નથી ? તે જણાવો. ૫. જીવદયાના આશયથી એકલા રહેવામાં થતા નુકશાન જણાવો. ૬. અગીતાર્થ મહાત્માની જીવદયાને કેવી બતાવી છે ? ૭. વ્યવહાર અને નિશ્ચયનયથી જીવદાયનું સ્વરૂપ જણાવો. ૮. હિંસાદિ વિચારણામાં નૈગમનય સમજાવો. ૯. ઋજુસૂત્રનયે હિંસાદિની વિચારણા શું છે? તે કહો. ૧૦. શબ્દનયના મતે હિંસા અને અહિંસાનું સ્વરૂપ સમજાવો. (સી) ખાલી જગ્યા પૂરો. ૧. દોષનો વિરોધી હોવાથી તપ આત્માનો .......... છે. (દોષ, ગુણ, ઉભય) ૨. પ્રથમ ..... પછી અહિંસા. (તપ, જ્ઞાન, કરૂણા) ૩. સામાન્યગ્રાહી નૈગમનયનો ......... નયમાં અંતર્ભાવ થાય છે. (વ્યવહાર, ઋજુસૂત્ર, સંગ્રહ) ૪. પૂર્વાચાર્યો કહે છે કે ચિત્તનો ......... એ જ પ્રમાણ છે. (પરિણામ, કષાય, ગુણ) ૫. ....... અને ....... દ્વારા મોક્ષમાર્ગે આગળ ધપવું જોઈએ. (ઉદારતા, સદાચાર, શુદ્ધભાવ, પ્રવૃત્તિ) ૬. વિષય-કષાયની પ્રવૃત્તિમાં ગળાડૂબ રહે તેને ....... શુદ્ધિની રહેતી નથી. (ફળ, હેતુ, અનુબંધ) ૭. વિભાવદશાપ્રેમી જીવે અપનાવેલા નિશ્ચયનયમાં ......... શુદ્ધિની ગેરહાજરી સમજવી.
(અનુબંધ, હેતુ, ફળ). ૮. હુંડા અવસર્પિણીના પાંચમા આરામાં ધર્માત્માઓ પ્રાયઃ ... ભાવવાળા હોય છે. (વિરાધક, આરાધક) ૯. ....... ભાવમાં ઠરી જવું એ જ કલ્યાણકારી માર્ગ છે. (અસંગસાક્ષી, શુભ, નિર્વિકલ્પક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org