Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
कामानामुपभोगैरशाम्यतोपदर्शनम् •
द्वात्रिंशिका - ७/२४ મહામારત-વિપર્વ-૭/૧૦, Rનુશાસનપર્વ-૪.૧૪, અનુશા.૬.૧૩/૪૪, મા.૧૨/૧૪,મ.Æ.૨ ૧૪, સ્ક્રૂ.પુ. ७/१/२५५/३५) इति । तदुक्तं रामगीतायामपि न जातु कामः कामानामुपभोगेन शाम्यति । अभिवर्धत एवाऽयं हविषाऽग्निरिवाऽधिकम् ।। ← (रा.गी. १५ / ४४ ) इति । ततश्च मण्डलतन्त्रवादिमतमजाकृपाणीयन्यायमनुसरति । तदुक्तं वर्धमानेन गणरत्नमहोदधौ यथाऽजया भूमिं खनन्त्या आत्मवधाय कृपाणो दर्शितस्तत्तुल्यं वृत्तं केनचिदात्मविनाशाय कृतमजाकृपाणीयम् ← (ग. महो. पृष्ठ- १९६ ) इति । बौद्धानामपि सम्मतमिदम् । तदुक्तं सूत्रपिटकान्तर्गते दीघनिकाये पाथिकवर्गे पाणातिपातो अदिन्नादानं मुसावादो च वुच्चति । परदारगमनञ्चेव नप्पसंसन्ति पण्डिता ।। ( दी. नि ३ । ८ । २४५पृष्ठ १३७) उस्सूरसेय्या परदारसेवना, वेरप्पसवो च अनत्थता च । पापा च मित्ता सुकदरियता ચ, તે છ ાળા રિસં ધંસન્તિ ।। ć (વી.નિ.રૂ।૮।૨૧૩-પૃષ્ઠ.૧૪૦) કૃતિ । યથોń વાત્સ્યાયનેન अपि कामसूत्रे → धर्मार्थयोश्च वैलोम्यान्नाऽऽचरेत् पारदारिकम् ← (का. सू. पारदारिकप्रकरण-६०) । प्रकृते च तणकट्टेण व अग्गी लवणजलो वा नईसहस्सेहिं । न इमो जीवो सक्को तिप्पेउं कामभोगेहिं । । ← (આ.પ્ર.૧, મ.વિ.૨૪૬, મહા...૧૯) કૃતિ આતુરપ્રત્યાઘ્યાન-મરવિત્તિ-મહાપ્રચાવ્યાનપ્રીર્ણવવનमप्यनुसन्धेयम् । ततश्च माध्यस्थ्यसाधनाय गम्यागम्यव्यवहारविलोपे ' वृश्चिकभिया पलायमानस्य आशीविषमुखे निपात' इति न्यायापातो दुर्वार एव इति भावनीयम् । ।७ / २४ ।।
५०८
વિશેષાર્થ :- પત્ની જોડે જેવો વ્યવહાર થાય તેવો જ વ્યવહાર મા-બેન-દીકરી-૫૨સ્ત્રી વગેરે સાથે કરવામાં આવે તો વાસ્તવમાં મધ્યસ્થતા નથી આવતી પણ વાસના બેકાબુ બને છે. રાગ-દ્વેષ ઘટવાના બદલે રાગ-દ્વેષ વધે છે. પોતાની વાસના સંતોષવા મા-બેન તૈયાર ન થાય તો ઉલટો તેના ઉપર દ્વેષ આવે અને મા-બેન તેમાં સંમત થાય તો કામવાસના વધે- આમ બન્ને રીતે રાગ-દ્વેષ વધવાના જ છે. મધ્યસ્થતા આવવાની શક્યતા ક્યાં રહી ? હા, મા-બેન-દીકરી જોડે પવિત્ર દૃષ્ટિએ જોવા-બોલવાનો વગેરેનો વ્યવહાર જે રીતે કરવામાં આવે છે તેવી જ પવિત્ર ષ્ટિએ પત્ની જોડે જોવા-બોલવા વગેરેનો વ્યવહાર કરવામાં આવે તો હજુ મધ્યસ્થતા આવવાની કામવાસના ઘટવાની શક્યતા છે. પરંતુ આવું તો મંડલતંત્રવાદીવાળા કરતા નથી. પત્ની સાથે જેવો વ્યવહાર થાય તેવો વ્યવહાર મા-બેન સાથે કરવા તેઓ તૈયાર થાય છે પણ મા-બેન-દીકરી સાથે જેવો પવિત્ર વ્યવહાર થાય તેવો વ્યવહાર પત્ની સાથે કરવા મંડલતંત્રવાદી તૈયાર થતા નથી. આ જ વાત એવું સાબિત કરે છે કે મધ્યસ્થતાનો પ્રેમ વાસ્તવમાં તેમના હૃદયમાં નથી. પરંતુ કામવાસનાના કાદવને ઉડાડવાનો જ મુખ્ય આશય તેમના હૈયામાં ઊંડેઊંડે છવાયેલ છે. હકીકત એ છે કે અખંડ આજીવન બ્રહ્મચર્ય પળાય તો ઉત્તમ. એ શક્ય ન હોય તો હરાયા ઢોરની જેમ જ્યાં ત્યાં મોઢું ઘાલવાના બદલે એક સુયોગ્ય સંસ્કારી પાત્ર જોડે લગ્નસંબંધ બાંધી બાકીની તમામ વિજાતીય વ્યક્તિ જોડે પવિત્ર દૃષ્ટિ-પાવન ભાવ- શુદ્ધ વ્યવહાર કરવામાં આવે તો બેકાબુ વાસના અંકુશમાં આવે અને કાળક્રમે તે વાસના ક્ષીણ થાય. પછી કોઈ પણ વ્યક્તિમાં પોતાની વાસનાપૂર્તિના સાધન તરીકેની દૃષ્ટિ ખતમ થઈ આત્મદર્શન-સિદ્ધસ્વરૂપદર્શન કરવાની કળા પ્રગટે છે. આ રીતે આગળ
વધતાં અંતે તાત્ત્વિક પરમમધ્યસ્થતા પ્રગટ થાય કે જે મોક્ષ અપાવે. ગમ્યઅગમ્યની વિવેકદૃષ્ટિ જેની પાસે નથી તેની પાસે આ માર્ગની તાત્ત્વિક સમજણ જ નથી. (૭/૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org