Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
३९०
• कर्मनिष्ठप्रतिबन्धकता हेतुविशेषविघटनतः
द्वात्रिंशिका- ६/७
अक्षता, प्रवृत्तिसामान्ये ज्ञानस्य हेतुत्वात्तद्वैचित्र्येणैव तद्वैचित्र्योपपत्तेः प्रवृत्तौ कर्मविशेषप्रतिबन्ध
कत्वस्याऽपि हेतुविशेषविघटनं विनाऽयोगात् ।
तात् मिथ्यात्वमोहादिकर्मणः निष्कम्पपापप्रवृत्तिः विपाकोदयावस्थिताद् मिथ्यात्वक्षयोपशमानुविद्धचारित्रमोहात् सकम्पपापप्रवृत्तिः क्षयोपशमावस्थावस्थिताच्च मिथ्यात्व चारित्रमोहकर्मणो निरवद्यप्रवृत्तिर्जायते इत्येवं कार्यवैचित्र्यसाङ्गत्येऽपि, अज्ञानादिभिदा
=
અક્ષતા = अव्याहता; प्रवृत्तिसामान्ये तद्वैचित्र्येणैव बोधवैलक्षण्येनैव तद्वैचित्र्योपपत्तेः कार्यविशेषोदयः सम्भवति ।
=
=
अज्ञानत्व-ज्ञानत्व-सज्ज्ञानत्वलक्षणजातित्रितयसिद्धिः प्रवृत्तिसामान्यं प्रति ज्ञानस्य = बोधसामान्यस्य हेतुत्वात्
प्रवृत्तिवैलक्षण्यसङ्गतेः । न हि कारणाऽविशेषे
7
=
=
अथाऽविरतसम्यग्दृष्टि-साधुज्ञानयोरैक्यमेव, विपाकोदयावस्थावस्थितचारित्रमोहनीयकर्मलक्षणप्रतिबन्धकसद्भावान्नाद्यस्य निरवद्यप्रवृत्तिरिति चेत् ? न प्रवृत्तौ = निरवद्यप्रवृत्तिं प्रति कर्मविशेषप्रतिबन्धकत्वस्य विपाकोदयप्राप्तचारित्रमोहादिकर्मप्रतिबन्धकताया अपि हेतुविशेषविघटनं = कारणगतधर्मविशेषविप्लवं विना अयोगात् = असम्भवात् । यथा दाहं प्रति चन्द्रकान्तमणिप्रतिबन्धकता वह्निनिष्ठदाहशक्तिविघटनेनैव सम्भवति तथा निरवद्यप्रवृत्तिं प्रति कर्मविशेषप्रतिबन्धकताऽपि बोधगतसज्ज्ञानत्वधर्मविघटनेनैव सम्भवति, तदप्रच्यवे प्रतिबन्धकसहस्रेणाऽपि निरवद्यप्रवृत्तिप्रतिरोधाऽसम्भवात् ।
સ્વરૂપ પ્રવૃત્તિગત વૈવિધ્ય સંગત થવા છતાં પણ ઉપરોક્ત લિંગથી પ્રવર્તક બોધમાં અજ્ઞાનત્વ વગેરે જાતિની પ્રમાત્મક અનુમિતિ થવાથી અજ્ઞાનત્વ વગેરે જાતિના ભેદથી અજ્ઞાનાદિ વ્યક્તિમાં ભેદ નિરાબાધપણે રહેશે. કારણ કે પ્રવૃત્તિસામાન્ય = તમામ પ્રવૃત્તિ પ્રત્યે બોધ હેતુ હોવાથી પ્રવર્તક બોધની વિચિત્રતાથી જ પ્રવૃત્તિમાં વૈવિધ્ય આવી શકે, અન્યથા નહિ.
અહીં એવી શંકા થઈ શકે છે કે → પ્રવર્તક બોધમાં ભેદ માનવાના બદલે અન્ય રીતે પણ પ્રવૃત્તિભેદનું સમર્થન થઈ શકે છે. તે આ રીતે- મિથ્યાત્વી, સમકિતી વગેરેનું જ્ઞાન તો સમાન જ છે. પરંતુ મિથ્યાત્વીને મિથ્યાત્વનો ઉદય હોવાથી તેનું જ્ઞાન નિરવઘ પ્રવૃત્તિના બદલે નિષ્કપ સાવદ્ય પ્રવૃત્તિ કરાવે છે. સમકિતીને ચારિત્રમોહનીયનો ઉદય હોવાથી નિરવઘ પ્રવૃત્તિના બદલે સકંપ સાવઘ પ્રવૃત્તિ થાય છે. તથા સાધુને દર્શનમોહ-ચારિત્રમોહના ઉદયરૂપ પ્રતિબંધક ન હોવાથી નિરવઘ પ્રવૃત્તિ થાય છે. આમ જ્ઞાનમાં કોઈ ભેદ નથી. પરંતુ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના ઉદયરૂપ પ્રતિબંધકના લીધે મિથ્યાત્વી અને સમકિતીમાં નિરવઘ પ્રવૃત્તિ થતી નથી. કારણ કે તે બન્ને ઉદય નિરવઘ પ્રવૃત્તિ પ્રત્યે પ્રતિબંધક છે. આમ પ્રવૃત્તિભેદપ્રયોજક તો પ્રતિબંધકની હાજરી અને ગેરહાજરી છે, નહિ કે બોધગત વૈજાત્ય.
પરંતુ આ શંકા વ્યાજબી ન હોવાનું કારણ એ છે કે નિરવઘ પ્રવૃત્તિ પ્રત્યે ચારિત્રમોહનીયને પ્રતિબંધક માનવામાં આવે તો પણ જ્યાં સુધી નિરવદ્યપ્રવૃત્તિજનક બોધગત વિશિષ્ટ ગુણધર્મનું-શક્તિનું નિરાકરણ પ્રતિબંધક તત્ત્વ ન કરે ત્યાં સુધી નિરવઘપ્રવૃત્તિ અટકે તેવી કોઈ જ શક્યતા રહેતી નથી. આશય એ છે કે ચારિત્રમોહનીય કર્મ સત્ જ્ઞાનને દૂર કરે તો જ નિરવઘ પ્રવૃત્તિના બદલે સાવઘપ્રવૃત્તિ કરાવી શકે. જ્યાં સુધી સત્ જ્ઞાન હાજર હોય ત્યાં સુધી વિપાકોદયયુક્ત ચારિત્રમોહનીય કર્મ પણ સાવદ્ય પ્રવૃત્તિ કરાવી ન શકે. માટે તે રીતે મિથ્યાત્વીમાં અને સમકિતીમાં નિરવદ્યપ્રવૃત્તિકારક સત્ જ્ઞાન માની ન શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org