________________
શિષ્ય ગુરૂની સાથે કે વર્તાવ રાખે?].
મૂ સાપેક્ષ નિરપેક્ષ, વરિયમ દ્રિષા મતઃ |
सापेक्षस्तत्र शिक्षायै, गुर्वन्तेवासिताऽन्वहम ॥८॥ મૂળને અર્થ–સાપેક્ષ અને નિરપેક્ષ એમ યતિધર્મ બે પ્રકારે કહ્યો છે, તેમાં શિક્ષા માટે હમેશાં ગુરૂ પાસે રહેવું તે સાપેક્ષ જાણ. (૮૬)
ટીકાને ભાવાર્થ–થતિ એટલે જેનું લક્ષણ પૂર્વે કહ્યું તેને ધર્મ એટલે અનુષ્ઠાન વિશેષ તે યતિધર્મ. તેના શ્રીજિનેશ્વરોએ બે પ્રકારે કહેલા છે, એક સાપેક્ષ અને બીજે નિરપેક્ષ, તેમાં ગુરૂ, ગ૭ (સાધુ સમુહ), વિગેરેની સહાયતાની અપેક્ષા પૂર્વક દીક્ષાનું પાલન કરવું તે ધર્મને સાપેક્ષ અને તેવી અપેક્ષા વિના સ્વાશ્રયભાવે દીક્ષાનું પાલન કરવું તેને નિરપેક્ષ જાણો. જો કે સાપેક્ષ અને નિરપેક્ષ એ અહીં યતિનાં વિશેષણે કહેલાં છે, તો પણ ધર્મ– ધમીના અભેદની અપેક્ષાએ એ બન્ને પ્રકારના યતિઓના ધર્મને એટલે “ગચ્છમાં રહેવું વિગેરે પ્રથમ પ્રકારના સાધુનાં ધર્માનુષ્ઠાને અને “જિનકપટ વિગેરે બીજા પ્રકારના સાધુનાં ધર્માનુકાનને અહીં અનુક્રમે સાપેક્ષ અને નિરપેક્ષ ધર્મ કહેલો છે.
આ સાપેક્ષ અને નિરપેક્ષ બે ધર્મો પિકી (જેનું વર્ણન અહીં પહેલું કરીશું તે) આ સાપેક્ષયતિધર્મ છે, એમ વાક્યસંબન્ધ જેડ, આગળ પણ ક્રિયાપદને સંબન્ધ એ રીતે સ્વયં સમજે. તે ધર્મ માટે એટલે પ્રતિદિન શિક્ષા(જ્ઞાન અને ક્રિયાના અભ્યાસ)માટે ગુરૂની છાયામાં રહેવું વિગેરે સાધુને આચાર. આ શિક્ષાના બે પ્રકારે છે, એક ગ્રહણશિક્ષા અને બીજે આવનાશિક્ષા. તેમાં ગ્રહણશિક્ષા એટલે પ્રતિદિન ગુરૂ પાસે સૂત્ર–અર્થને ભણવારૂપ કૃતજ્ઞાનને અભ્યાસ કરે છે અને આસેવનાશિક્ષા એટલે પ્રતિદિન સંયમની ક્રિયાને અભ્યાસ કરે છે. આ બન્ને પ્રકારની શિક્ષાને માટે નહિ કે ઉદરપતિ–આજીવિકાદિ માટે! ગુરૂ એટલે દીક્ષા આપનાર આચાર્યનું અન્તવાસિપણે (શિષ્યપણું સ્વીકારવું તે સાપેક્ષ યતિધર્મ કહેવાય છે. આ અન્તવાસિપણું પણ કોઈને માત્ર અમુક સમય પુરતું જ (અલ્પકાલીન) પણ હોઈ શકે, એમ કઈ ન સમજી લે માટે જણાવ્યું કે “કન્વ' અર્થાત્ જીવતાં સુધી ગુરૂનું અન્તવાસિપણું સ્વીકારવું તેને સાપેક્ષ યતિધર્મ કહ્યો છે. અન્તવાસિપણું એટલે શું ? તે સમજવા માટે કહ્યું છે કે દરેક પ્રવૃત્તિમાં “અન્ત એટલે ગુરૂની સમીપમાં વસવું–રહેવું, અર્થાત (જ્ઞાનાદિ ગુણરૂપ) આત્મયોગોને આશ્રય કરીને શ્રદ્ધા અને સમજ પૂર્વક પ્રવૃત્તિ કરતા થકા ગુરૂની સાથે વસવું, સાથે ભજન કરવું, સાથે શયન કરવું, સાથે પ્રતિક્રમણ કરવું, સાથે • ગામાનુગ્રામ વિચરવું, (પર્યટન કરવું) વિગેરે મહાભાષ્યમાં કહેલી ગુરૂ સાથેની ચર્યા સમજવી.
આગમમાં પણ કહ્યું છે કે [ઉપાટ દિલ્હી તો તપુરક્ષા]તરૂom તસવેલને કવિ પિત્તળવા પંથનિશા વાહિરે પાણી પાળે છેના” ઈત્યાદિ. [વ્યાખ્યા– િતેઓની (ગુરૂન) દષ્ટિએ વર્તન કરવું, તાત્પર્ય કે હેય-ઉપાદેય ભાવમાં ગુરૂની આંખે જોવું, તેઓના મન્તવ્યને અનુસરવું–તેઓની ઇચ્છા પ્રમાણે વર્તવું, “તોત્તિ =
૫૩-[ ] આવા ચેરસ કાટખૂણામાંનું લખાણ પૂ૦મહામહે પાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી ગણિવરે કરેલા સુધારા-વધારા૫ છે, એમ માનવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org