________________
૩૮૪
ધ॰ સ૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૧૧૮ રાત્રીએ આ પ્રતિમાનું પાલન કર્યાં પછી ત્રણ દિવસ ઉપવાસ કરવાના હેાવાથી ચાર દિવસે પૂર્ણ થાય. કહ્યું છે કે ‘રાબા ચહું, પછા અક્રમ Řત્તિ' અર્થાત્ પાછળથી અર્જુમ કરે, માટે એકરાત્રિકી પ્રતિમા ચાર દિવસે પૂર્ણ થાય. એમ ખાર પડિમા કહી,૨૬૨
પાંચ ઇન્દ્રિઓના નિરોધ–સ્પન, રસના, નાક, નેત્રો અને કાન, એ પાંચે ઇન્દ્રિઓને પાત પેાતાના વિષયાથી નિવારવી, અર્થાત્ તેના ઈષ્ટ વિષયામાં રાગ અને અનિષ્ટમાં દ્વેષ ન કરવેા.૨૬૩
૨૬૨-પ્રતિમાઓનું સ્વરૂપ જણાવતાં પચાશકમાં ઢહ્યું છે કે ‘ વિશિષ્ટ ક્રિયાથી યુક્ત શસ્ત અય્વસાયવાળું સાધુનું શરીર' તેને પ્રતિમા સમજવી. અર્થાત્ તેવી વિશિષ્ટ કાયાથી તથાવિધ ગુણેાના યાગ થતા હૈાવાથી અહીં વિશિષ્ટ ક્રિયાવાળી કાયાની મુખ્યતા માનીને કાયાને પ્રતિમા કહી છે. અર્થાત્ તે તે પ્રકારના અભિગ્રહેાથી મર્યાદ્રિત કરેલી કાયાને પ્રતિમા સમજવી. એ પ્રતિમાના પાલન માટે જીવની યેાગ્યતા માટે સૉંઘયણુ, ધૈય, સત્ત્વ અને વિશિષ્ટ શ્રુત વિગેરેની આવશ્યકતા માની છે. એવા ગુવાળે પણ ગુરૂ આજ્ઞાથી જ પ્રતિમાને અંગીકાર કરી શકે. તેમાં નિરપવાદ પરિષઢાને અને દેવાદના ઉપસર્વાંને સહવાના ઢાવાથી પહેલા ત્રણ સઘયણવાળે આ પ્રતિમાને પાલવામાં અધિકારી કહ્યો છે, સંઘયણખળ સાથે ધય એટલે ચિત્તની સ્વસ્થતા જોઇએ, તે ન હ્રાય તા પરિષહાર્દિ સહેવા છતાં રતિ-અતિને વશ આ ધ્યાન થાય, એ રીતે વિશિષ્ટ સત્ત્વ પણ જોઈએ, તે ન હેાય તે! સત્કાર સન્માન વિગેરે થવાથી હાઁ અને ન થવાથી વિષાદ થાય. સત્ત્વશાળી” જ માન-અપમાનને ગંભીરતાથી પચાવી શકે. એ ઉપરાન્ત શુભ ભાવથી ચિત્તને ભાવિત કર્યું. ઢાય કે ગચ્છમાં રહીને તપ, સત્ત્વ, સૂત્ર, એકત્વ અને ખળની તુલનાથી આત્માને તે તે વિષયમાં અભ્યાસી કર્યાં ઢાય તેા જ પ્રતિમાનું પાલન થઇ શકે. તેવા પણુ ગુરૂઆજ્ઞા વિનાનો અધિકારી ન ગણાય, કારણ કે કી આરાધના માટે કાણુ કેવા યાગ્ય-અયાગ્ય ? છે તે ગુરૂ સમજી શકે. માટે ગુચ્છવાસમાં રહીને ગુરૂની નિશ્રાના ખળે જેણે ત્યાગ-વૈરાગ્ય સાથે જ્ઞાનાદિ ગુણું!નું ખળ પ્રાપ્ત કર્યુ” હૈાય તેવે વિશિષ્ટમુનિ વિશેષ નિર્જરા માટે સ્વાશ્રયીભાવે પ્રતિમાનું આરાધન કરી શકે. આ પ્રતિમાપાલન અન્ય સામાયિક વિગેરે અનુષ્ઠાનાની જેમ ઔપચારિક અભ્યાસરૂપે કરી શકાતું નથી પણ પ્રથમથી યેાગ્ય બનીને યથા ગુણુના ખળેજ કરી શકાય છે. વિગેરે અન્ય અનુષ્ઠાનેાની અપેક્ષાએ પ્રતિમાપાલનની અનેક રીતે વિશિષ્ટતા છે.
૨૬૩–વસ્તુતઃ ઇન્દ્રિએના વિજય મનના વિજય માટે આવશ્યક છે, મન અતિ સૂક્ષ્મ ચંચળ હાવાથી તેને વશ કરવું દુષ્કર છે, તેા પણ શત્રુના હાથ-પગ બાંધી લેતાં તે વશ થાય છે તેમ ઇન્દ્રિઓને અંકુશમાં લેવાથી મનના વિકલ્પે નિષ્ફળ થતાં મન વિકલ્પાથી અટકી જાય છે અને પછી તે તેને વશ પશુ કરી શકાય છે. મન વશ થયા પછી ઇન્દ્રિએના અંકુશની કઈ મહત્તા નથી, તેા પણ પુન: મન નિરંકુશ ખનવાના સંભવ છે માટે મનનો વિજય કરવા પૂર્વે અને વિજય કર્યાં પછી પણ ઇન્દ્રએ નો વિજય આવશ્યક છે. કાઈ એમ માને કે ‘ મનને જીત્યા વિના ઇન્દ્રિએને અંકુશમાં લેવી એ તેા બલાત્કાર છે અને મલાત્કારમાં ધર્મ નથી' તેા તે અયેાગ્ય છે, વસ્તુતઃ મન અને ઇન્દ્રિએના પારસ્પરિક સબંધનું તેને જ્ઞાન નથી, ઇન્દ્રિએના વિજય વિના મનનો વિજય કરવાની ઇચ્છા અજ્ઞાનમૂલક છે, કારણ કે– ઈન્દ્રિએ દ્વારા મનના મનોરથા સફળ થાય છે. અેરા થયા પછી સાંભળવાના, અંધ થયા પછી જોવાના, વિગેરે મનના વિવિધ વિકલ્પા શાન્ત પડે છે એ અનુભવસિદ્ધ છે, માટે મનને શાન્ત (સ્થિર) કરવા માટે ઇન્દ્રિઓનો વિજય આવશ્યક છે. મનનો વિજય નિશ્ચયધર્માંરૂપ હાવાથી પેાતાને ઉપકાર કરે છે અને ઇન્દ્રિએ ના વિજય વ્યવહાર ધર્માંરૂપ ઢાવાથી સ્વ-પર ઉભયને ઉપકાર કરે છે, માટે પણ ઇન્દ્રિએસનો વિજય આવશ્યક છે. વાસ્તવમાં તે। મનને અને મનોવિજયને સમજનારા જ્ઞાની ઇન્દ્રિએના વિજયની સહુથી પહેલી આવશ્યકતા સમજે છે, માટે અહી. ચરણસિત્તરીના રક્ષણ માટે સાધનભૂત કરણસિત્તરીમાં પાંચ ઇન્દ્રિએનો નિગ્રહ જરૂરી ગણ્યા છે એમ તાત્પ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org