Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 596
________________ ગ્રન્થકારની પ્રશસ્તિ વિગેરે] ૧૩૫ સરલતા અને અત્યંત ગુરૂભક્તિ' વિગેરે ઘણા સુંદર ગુણેા હેાવા છતાં, ગુણાર્થીઓને પ્રેત્સાહન આપવા માટે તે ગુણેાથી પ્રસન્ન થએલા તેઓના ગુરૂએ સ્વય ગચ્છનાં સઘળાં કાર્યાં ભળાવીને તેને સમગ્ર ભૂતળમાં પ્રસિદ્ધ કર્યાં છે (૮). તેના શિષ્ય માનવિજય ઉપાધ્યાય' નામ છે જેનું, એવા મે' અતિ આદરપૂર્વક આ ગ્રન્થનું વિવરણ કર્યું છે. મતિમŁપણાથી આ ગ્રન્થમાં રહી હોય, તેને મારા ઉપર કૃપા કરીને બુદ્ધિમાનેએ સુધારી લેવી (૯). ક્ષતિ તર્કશાસ્ત્ર જેવાં કઠિન શાસ્ત્રોનાં રહસ્યાને પણ સમજવામાં અતિતીક્ષ્ણ(નિપુણુ) બુદ્ધિ વડે જેઓ સઘળાં દનેામાં પ્રમાણભૂત મનાયા છે—ખ્યાતિને પામ્યા છે, તપગચ્છમાં જેએ અગ્રેસર છે, કાશીમાં પરઢનીએની સભામાં વાદીઓને જીતીને જેઓએ શ્રી જૈનધમ ના પ્રભાવ સર્વત્ર વિસ્તાર્યા છે (૧૦), પૂર્વના સમર્થ વિદ્વાનેાના રચેલા તક-પ્રમાણુનય વિગેરે કઠિન વિષયાનું વિવેચન કરીને પૂર્વકાળે થઈ ગએલા તે તે શ્રુતકેવલીઓના શ્રુતકેવલીપણાને જેએ પ્રકાશમાં લાવ્યા છે, તે ઉપાધ્યાયેાની પંક્તિમાં મુખ્ય એવા શ્રી યશોવિજય વાચકે આ ગ્રંથનુ પરિશેાધન કરીને (રહી ગએલી ન્યૂનતાને પૂર્ણ કરીને) મારા ઉપર અતિ ઉપકાર કર્યાં છે (૧૧). વધારે શું? ખાલકની માફ્ક શાસ્ત્રોમાં મંદ ગતિવાળેા પણ હું સામાચારીના (ચરણકરણાનુયાગના) વિચારરૂપ આ અતિ ગહન ગ્રંથમાં ગતિ કરી શક્યા છુ, તે તેઓના હસ્તાવલંબનનુ જ લ છે. અર્થાત્ તેની પૂર્ણ સહાયતાના મળે જ આ ગ્રંથ રચવામાં હું સલ થઈ શમ્યા છે. (૧૨) વળી [ઉપા॰~આગમો, વ્યાકરણ, છંદશાસ્ત્ર તથા કાવ્યશાઓ, વિગેરે સર્વ શાસ્ત્રોમાં નિષ્ણાત વાચકેન્દ્ર શ્રી લાવણ્યવિજય વાચકે આ ગ્રંથને સમ્યક્ શુદ્ધ કર્યા છે (૧૩). વિક્રમ સંવત ૧૭૩૧ વર્ષે, , વૈશાખ માસે, સુદ ત્રીજે (અક્ષય તૃતીયાએ) ગ્રંથ રચનાના આ પ્રયત્ન સલ થયા છે(૧૪).વળી સમગ્ર દેશેામાં ઉત્તમ શ્રી ગુજરદેશમાં આવેલા ‘અહમ્મદાબાદ’ નામના મુખ્ય શહેરમાં શ્રીમાલી વંશમાં જન્મેલા અને શુભ કાર્યને કરનારા શ્રી ‘મતિઆ’ નામના ઉત્તમ વણિક હતા (૧૫). તેએના ઘેર હુંમેશાં ચાલતી મેટી દાનશાળા, તેએની શ્રી જૈનશાસનની ઉન્નતિ થાય તેવી રીતની તિર્થાધિરાજ શ્રી શત્રુ ંજયગિરિરાજ આદિ સ તીર્થંની યાત્રાએ અને પેાતાને પ્રાપ્ત થએલી લક્ષ્મીના સાતેય ક્ષેત્રામાં સર્વ્યય (વાવેતર), વગેરે તેઓના ગુણેાનુ વર્ણન કરવું તે અમારા જેવાને અશક્ય છે (૧૬). આ ‘શ્રી મતિ’ શ્રાવકને સદાચારી, ઉત્તમ ગુણાના ભંડાર અને પૃથ્વીમાં જેએનુ નામ પ્રસિદ્ધ છે એવા ‘શ્રી શાન્તિદાસ’ નામના પુત્ર થયા. પ્રસિદ્ધ · શ્રી જગડુશા ' શેડ કરતાં પણ અધિક સત્કાર્યના કરનારા તેમણે રકાને અન્ન, વસ્ત્ર, ઔષધ, વિગેરેનુ દાન કરીને દુષ્કાળનું નામ પણ નાશ કર્યું, તથા ઉત્તમ જાતિ ભાઇઓ અને સાધર્મિકાને અનેક પ્રકારે વાત્સલ્ય કરીને પૂજ્યા છે (૧૭), વૃદ્ધાવસ્થામાં સમસ્ત ઘરનાં કાર્યાં પેાતાના પુત્રોને સેાંપીને હંમેશાં જેએ · સિદ્ધાંતનું શ્રવણુ કરવું. ’ વિગેરે ધર્માંકાર્યોમાં બદ્ધ પૃહાવાળા (અતિ આદરવાળા) બન્યા છે, તે શ્રી શાન્તિદાસ શેઠને, સાધુધમ અને શ્રાવકધર્મ-એમ દ્વિવિધ ધર્મના વિધિની (ગ્રન્થરૂપે) રચના (સંગ્રહ) કરાવીને, તેને શ્રવણુ કરવાની પ્રગટ થએલી ઉત્કંઠાને યાગે તેઓએ પ્રાર્થના કરવાથી આ ગ્રંથ રચવામાં મારા પ્રયત્ન થયા છે. (૧૮). જ્ઞાનની આરાધના કરવાની બુદ્ધિવાળા અને વિનયાદિ ગુણાથી યુક્ત એવા શ્રી કાન્તિવિજયગણીએ' આ ગ્રંથને સહુથી પહેલાં પુસ્તક (પ્રતિ) તરીકે લખ્યા છે, (૧૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 594 595 596 597 598